બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / મત ન આપ્યા તો બુલડોઝર ફેરવ્યું, સત્ય શું? ડિમોલિશન પર ભાજપ-કોંગ્રેસનું કામ લોકોમાં કેટલું 'નોટિસ'
Last Updated: 08:46 PM, 10 July 2024
ગીર-સોમનાથમાં છેલ્લા થોડા દિવસથી એવો ઘટનાક્રમ ચાલી રહ્યો છે જેનાથી મતદાર અને નેતા વચ્ચેના સંબંધો ઉપર જ નહીં પરંતુ લોકશાહી પ્રક્રિયા સામે સવાલ ઉભો થઈ જાય. ગીર-સોમનાથમાં કોઈ રમખાણ ફાટી નિકળ્યા હોય કે જૂથ અથડામણ થયું હોય એવું નથી બન્યું પરંતુ સમગ્ર જિલ્લામાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં જે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તે કાર્યવાહીએ જ રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસે એક આક્ષેપ કર્યો અને વિવાદના મૂળ સુધી જવાની ફરજ પડી.
ADVERTISEMENT
કોંગ્રેસે ગંભીર આરોપ મુક્યો છે કે ગીર-સોમનાથમાં સાંસદ અને ધારાસભ્યના ઈશારે જિલ્લા કલેક્ટર કિન્નાખોરી રાખીને ચોક્કસ લોકોની જ પેશકદમી દૂર કરી રહ્યા છે. વિવાદના મૂળ બહુ દૂર નથી. હજુ ગયા મહિને જ એક જાહેર કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ એવુ કહ્યું હતું કે આ ચૂંટણીમાં મને જે નડ્યા છે તેનો હિસાબ પક્ષ કરે કે ન કરે પણ હું કરીશ. 20 જૂને આ નિવેદન આવે છે અને થોડા દિવસ પછી આ ડિમોલિશનની કાર્યવાહી થાય છે એટલે આ યોગાનુયોગ ઉપર સવાલ ઉઠવા સ્વભાવિક છે. કોંગ્રેસે પણ પોતાના આક્ષેપમાં ધારાસભ્ય ભગવાન બારડનું નામ લીધું છે અને કહ્યું છે કે ભગવાન બારડના કહેવાથી જ ચોક્કસ લોકોને દબાણ હટાવવાની નોટિસ મળી છે. અત્યારે એ હકીકત નકારી નહીં શકાય કે આ ઘટનાક્રમમાં કદાચ આક્ષેપ-પ્રતિઆક્ષેપથી વિશેષ કશું સામે ન પણ આવે પરંતુ જવાબદાર માધ્યમ તરીકે એ સવાલ અમે ચોક્કસ પૂછીશું કે મતનું મૂલ્ય ખરેખર બુલડોઝરના વજનથી માપવાનું થાય છે કે કેમ
ADVERTISEMENT
વિવાદના મૂળ ક્યાં?
ગીર-સોમનાથના પ્રાચીમાં આભારદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી હતી. રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે જે નડ્યા છે તેને જોઈ લેશે. સાંસદ બન્યા બાદ ચુડાસમાએ કહ્યું કે ભાજપ ભલે હિસાબ ન કરે હું કરીશ. રાજેશ ચુડાસમાના નિવેદન સામે કોંગ્રેસના નેતા પૂંજા વંશે વિરોધ કર્યો હતો. પૂંજા વંશે કહ્યું હતું કે જ્યાં કહો ત્યાં આવીશ જગ્યા અને સમય નક્કી કરો.
કોંગ્રેસે શું આરોપ લગાવ્યા?
ગીર-સોમનાથમાં ડિમોલિશન ભાજપના ઈશારે થઈ રહ્યું છે. ભગવાન બારડે ચોક્કસ લોકોના નામ સાથે દબાણ હટાવવા કહ્યું. ચોક્કસ લોકોને જ નોટિસ આપવામાં આવી. નેતાનું કામ લોકોને બેઘર કરવાનું નથી. રોજગારી, ઘર આપવાની વાતની જગ્યાએ ઘર તોડવામાં આવે છે. જ્યાં કોંગ્રેસને લીડ મળી છે તે ગામમાં ડિમોલિશન થયા છે.
ક્યા ગામમાં ડિમોલિશન થયું?
માલજિંજવા
ઘૂંસિયા
ધાવા
ઉમરેઠી
ગીરગઢડા
જામવાળા
તાલાળા શહેર
આંકોલવાડી
વીરપુર
સુરવા
જાવંત્રી
હડમતિયા
ઈણાજ
સોનારિયા
બાદલપરા
આજોઠા
નાવદ્રા
પ્રાંચી તીર્થ
ભીડિયા પ્લોટ
ડારી
કિંદરવા
લૂંભા
ગોવિંદપરા
સીમાર
સુત્રાપાડા
પ્રશ્નાવડા
ઘંટિયા
લાટી
કદવાર
ધામળેજ
ઉના શહેર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.