બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમે નથી ખાતા ને આ 8 પ્રકારની દવાઓ, કંટ્રોલમાં રહેવાને બદલે વધશે તમારું બ્લડપ્રેશર
Last Updated: 08:29 PM, 5 November 2024
ADVERTISEMENT
વિશ્વભરમાં બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા બનીને ઉભરી રહી છે. વિશ્વમાં કુલ અત્યારે 1.3 અબજ લોકો બ્લડ પ્રેશરના પેશન્ટ છે. બ્લડ પ્રેશરના કારણે હાર્ટની બીમારીઓ પણ થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લડ પ્રેશર 8 જેટલી દવાના સેવનથી પણ ધીરે ધીરે વધે છે. તે દવા કઈ છે તે વિશે અહીંયા જાણીશું.
ADVERTISEMENT
જ્યારે શરીરમાં રક્ત વાહિનીઓની દિવાલો પર ખૂબ પ્રેશર હોય ત્યારે આપણા હૃદય અને રક્ત બંનેની ધમનીઓ પર પ્રેશર ઊભું થાય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીને નુકસાન થઈ શકે છે. સામાન્ય સ્થિતિમાં બ્લડ પ્રેશર 120/80 mm Hgની આસપાસ હોય છે પરંતુ હાઈ બ્લડ પ્રેશરમાં 130/80 mm Hg કે તેથી પણ વધુ થઈ જાય છે.
વધુ પડતી શરદીની દવાઓ પણ જોખમ ઉભુ કરે છે. તે શ્વસન માર્ગમાં રક્તવાહિનીઓને સંકુચિત કરે છે.જેનાથી સોજો ઘટે છે. આ દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે બ્લડ પ્રેશરમાં વધારો થઇ શકે છે.
ગર્ભાવસ્થાને રોકવા માટે એસ્ટ્રોજન યુક્ત બર્થ કંટ્રોલ પિલ્સ લેવાથી પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. આ દવાઓ લાંબા સમય સુધી લેવાથી અન્ય ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ પણ વધે છે. તેથી આ દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.
આ દવાઓનો ઉપયોગ લગાતાર થતાં દુખાવામાં લેવામાં આવે છે અને તે સોજો પણ ઘટાડે છે. સંધિવાની સમસ્યામાં પણ આ દવા લેવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ NSAID દવાઓ લેવાથી હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેથી, આ દવાઓ ડૉક્ટરની સલાહ વગર ન લેવી.
કોર્ટીકોસ્ટેરોઈડ જે સ્ટેરોઈડ પણ કહેવાય છે. આ દવાઓ સોજો ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઉપયોગમાં આવે છે. કોર્ટીકોસ્ટેરોઈડ્સના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેકનો ખતરો રહે છે.
ઇમ્યુનોસપ્રેસેન્ટ્સ દવાથી રોગપ્રતિકારક શક્તિને નબળી પડે છે. આ દવા ઘણીવાર શરીરમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાદ ઓર્ગનના અસ્વીકૃતિને રોકવા માટે લેવામાં આવે છે. એક અભ્યાસ મુજબ કેટલીક ઇમ્યુનોસપ્રેસેન્ટ દવાઓ લેવાથી બ્લડ પ્રેશર વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.