બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો લોન લેનાર વ્યક્તિનું જ મૃત્યુ થઇ જાય, તો પછી ભરપાઇની જવાબદારી કોની? ખરેખર નિયમ જાણવા જેવો
Last Updated: 05:36 PM, 21 June 2024
જીવનમાં અનેક વખત એવી સ્થિતિ આવે છે જેમાં આપણને આર્થિક મદદની જરૂર પડે છે. કોઈને ભણતર માટે, મકાન માટે કે વાહન ખરીદવા જેવી બાબતે પૈસાની જરૂર પડે છે. આ માટે તેઓ લોન પણ લેતા હોય છે. જો કોઈએ કાર, હોમ કે પર્સનલ લોન લીધી હોય પરંતુ તે દરમિયાન તેનું મૃત્યુ થઈ જાય તો શું થાય? બાકી રહેલી લોનનુ શું થાય? તે અંગેના નિયમ વિશે આજે જાણવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
હોમ લોન
ADVERTISEMENT
જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે ઘરના દસ્તાવેજ ગીરવે મૂકવા પડે છે. જો લોન પૂરી ન થઈ હોય અને તે દરમિયાન જ વ્યક્તિનું અવસાન થઈ જાય તો લોનની જવાબદારી કો - બોરોવરની હોય છે. કે પછી ઉત્તરાધિકારીને હોમ લોન ચૂકવવી પડે છે. આ સિવાય તેમને બીજો વિકલ્પ પણ આપવામાં આવે છે. જેમાં ગીરવે રાખેલ મકાન વેચીને લોનની બાકી રકમ ભરવાનો વિકલ્પ આપવામાં આવે છે. હવે બેંકે નવો વિકલ્પ પણ અપનાવ્યો છે. હોમ લોન લેતી વખતે બેંક દ્વારા ઇન્શ્યોરન્સ કરાવી લેવામાં આવે છે. જો વ્યક્તિનું અવસાન થઈ જાય તો બેંક દ્વારા ઇન્શ્યોરન્સથી પૈસા વસૂલી લેવામાં આવે છે.
કાર લોન
હોમ લોનની માફક કાર લોન પણ સિક્યોર્ડ લોન હોય છે. જો વચ્ચે લોન લેનારનું અવસાન થઈ જાય તો પરિવારજનોને લોનની ભરપાઈ કરવાનું કહેવામાં આવે છે. જો પરિજન લોન ના ભરી શકે તો કાર વેચીને બેંક પૈસા વસૂલે છે.
વધુ વાંચો: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ચાલુ સ્કૂલવાનનો દરવાજો ખુલી જતાં વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ
પર્સનલ લોન
પર્સનલ લોનમાં નિયમ હોમ લોન કે કાર લોન જેવો નથી હોતો. જો પર્સનલ લોન લેનારનું વચ્ચે જ અવસાન થઈ જાય તો બેંક કોઈ બીજા વ્યક્તિ પાસેથી લોન નથી વસૂલી શકતી. વ્યક્તિના મોત બાદ લોન પણ ખતમ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.