બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કાલે રોહિત શર્માની બેટિંગ ન નિહાળી હોય તો જોઈ લો હાઈલાઈટ્સ, છગ્ગા ચોગ્ગાનો કર્યો હતો વરસાદ
Last Updated: 11:51 AM, 10 February 2025
IND vs ENG 2nd ODI : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમ અને ચાહકો માટે સારા સમાચાર છે. રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે અને તેણે તોફાની સદી ફટકારી હતી. રોહિત શર્મા ફરી રંગમાં આવી ગયો તેણે મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.
ADVERTISEMENT
ROHIT SHARMA 119(96) VS ENGLAND 2025 HIGHLIGHTS
— poetvanity (@PoetVanity_) February 9, 2025
pic.twitter.com/cl1I6derhx
76 બોલમાં તોફાની સદી
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયામાં હિટમેનથી જાણીતો રોહિત શર્મા 16 મહિના બાદ રંગમાં દેખાયો હતો અને 76 બોલમાં તોફાની સદી ફટકારી હતી અને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. રોહિતની સદીમાં 7 સિક્સ અને 9 ફોર સામેલ છે. 16 મહિના બાદ રોહિતે સદી ફટકારી હતી. આ પહેલાં 11 ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રોહિતે સદી ફટકારી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. નાગપુરમાં પહેલી વન ડે મેચ 4 વિકેટથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં બીજી વનડે મેચ જીતતાની સાથે જ ભારત શ્રેણી જીતી લેશે.
What a way to get to the HUNDRED! 🤩
— BCCI (@BCCI) February 9, 2025
A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T
છેલ્લા 18 વર્ષથી વિશ્વની કોઈ પણ ટીમ કટકના બારાબતી સ્ટેડિયમના મેદાન પર ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. ટીમ ઈન્ડિયા છેલ્લે 2003માં કટકના બારાબતી સ્ટેડિયમમાં વનડે મેચ હારી ગઈ હતી. તે મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. વર્ષ 2003 પછી, આગામી વનડે મેચનું આયોજન વર્ષ 2007માં અહીં કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ 7 વન ડે મેચ રમી છે અને બધી મેચ જીતી છે.
આ પણ વાંચોઃ ઈગ્લેંડ સામે વિજયી પારી રમ્યા બાદ બોલ્યો કેપ્ટન રોહિત શર્મા, કહ્યું આ ટ્રિક કામ કરી ગઈ
આ મેદાન પર છેલ્લી વખત 22 ડિસેમ્બર 2019 ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI મેચ રમાઈ હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કટકમાં કુલ 17 વન ડે મેચ રમી છે, જેમાંથી તેણે 13 મેચ જીતી છે. જોકે ભારતને 4 વન ડે મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 5 વન ડે મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 3 મેચ જીતી છે. આ મેદાન પર ઇંગ્લેન્ડે ભારત સામે ફક્ત બે વાર વન ડેમાં જીત મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.