બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમે મોબાઈલ વગર એક મિનિટ પણ નથી રહી શકતા તો ચેતજો! આ દુર્લભ બીમારીનો ખતરો
Last Updated: 01:33 PM, 20 September 2024
અત્યારે મોબાઈલ ફોન લગભગ દરેક લોકો યુઝ કરે છે. જેમાં ઘણા લોકો તો માત્ર ઊંઘે ત્યારે જ ફોન છોડતા હોય અને બાકીનો સમય ફોન સાથે જ વળગી રહે છે. જેથી હાલત એવી થઈ છે કે તેમને ફોન વગર ડર લાગવા લાગે છે, ગભરાટ થવા લાગે છે. તમારી આસપાસ પણ આવા અનેક લોકો હોય શકે છે જેઓ આ સમસ્યાથી પીડાતા હોય છે.જો તમને પણ આ મુશ્કેલી હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. તમે એક ગંભીર બીમારીનો શિકાર હોઈ શકો છો.
ADVERTISEMENT
આ બીમારી નોમોફોબિયાથી ઓળખાય છે. જેમાં ફોન વગર રહેવાનો ડર સતાવતો હોય છે. તેઓ એ વાતથી પીડાતા હોય છે કે તે ફોનથી દુર ન થઈ જાય, કે પછી તેમનો ફોન ખોવાય ન જાય અથવા ફોન ખોવાઈ એન જાય. આ બીમારીમાં ફોન તૂટી જવાનો કે બેટરી પૂરી થઈ જવાનો ડર પણ સામેલ હોય છે. એક પ્રકારની એંગ્ઝાઈટી હોય છે જે ફોનને લઈને હોય છે.
ADVERTISEMENT
નોમોફોબિયા આમ તો એક દુર્લભ બીમારી છે. પરંતુ હવે તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ બીમારી તેવા લોકોમાં વધુ જોવા મળે છે જેમને મોબાઈલ ફોનની લત લાગી હોય. એક અધ્યયન મુજબ 23 ટકા પુરુષ વિદ્યાર્થી નોમોફોબિયાથી પીડાય છે. જેમાં 77 ટકા વિદ્યાર્થી દિવસમાં લગભગ 35 વખત મોબાઈલ ફોન ચેક કરે છે.
જો આ બીમારીના લક્ષણ વિશે વાત કરવી હોય તો તેવા વ્યક્તિ વારંવાર ફોનની નોટિફિકેશન ચેક કરે છે, ફોન ચાર્જ થઇ ગયા બાદ પણ તેને ચાર્જ કરવો, ફોન પાસે છે કે નહીં તે વારંવાર ચેક કરવું,ફોન સ્વીચ ઓફ નથી કરતા, દરેક જગ્યાએ ફોન સાથે લઈ જવો, ઇન્ટરનેટ વગર ડર મેહસૂસ કરવો અને ફોન ખોવાઈ જવાનો સતત ડર રહેવો, જેવા લક્ષણ સામેલ હોય છે. આ બીમારી માટે દવાઓથી લઇ અનેક થેરાપી પણ ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.