મેષ
પોઝિટિવઃ- આજનો દિવસ મહેનતથી પૈસા કમાવવાનો દિવસ છે. આજે પરિવારના કોઇ વરિષ્ઠ સભ્યને તમારી મદદની જરૂર પડી શકે છે. પરિવારનું કોઇ સભ્ય અથવા તમારો કોઇ મિત્ર તમને પૈસા રોકાણ કરવાના અલગ સોર્સ જણાવી શકે છે. મનમાં જે પણ હતાશા તણાવ અથવા નિરાશા હતી તે હવે થોડી ઓછી થઇ જશે.
નેગેટિવઃ- તમારી થોડી આદતો આજે તમને પરેશાન કરી શકે છે. તમને મળતા ફાયદા ઉપર કોઇ અન્યની નજર હોઇ શકે છે અને તમારું નુકસાન પણ થઇ શકે છે.
શું કરવું અને શું નહીં- હનુમાનજીના મંદિરમાં લાલ ધ્વજા દાનમાં આપવી.
લવઃ- આ રાશિવાળા લોકોને લવ પાર્ટનરથી સહયોગ અને પ્રેમ મળી શકે છે.
કરિયરઃ- કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- હાઈ બ્લડ પ્રેશર છે તો રાહત મળી શકે છે.
વૃષભ
પોઝિટિવઃ- આજે તમને કરિયર સાથે સંબંધિત કંઇક નવા અને રોચક પ્રસ્તાવ મળી શકે છે. નજીકના લોકોને લઇને કોઇ શંકા છે તો આજે દરેક વસ્તુ સામે આવી જશે. આજે તમને તમારા કરેલાં કાર્યોથી ફાયદો મળશે. વાણીની ચતુરતાથી તમે દરેક કામ કરી લેશો. પૈસાની દ્રષ્ટિથી તમારો સમય ઘણો સારો ચાલી રહ્યો છે.
નેગેટિવઃ- તમે દિવસભર વ્યસ્ત રહી શકો છો. કોઇને કોઇ કામ સતત રહેશે. તમને ધનલાભ અને કરેલાં કાર્યોથી ફાયદો પણ ઓછો થશે એટલે આજે તમે પૈસા સાથે જોડાયેલું કોઇ જોખમ લેશો નહીં.
શું કરવું અને શું નહીં- હળદર-કેસરનું તિલક લગાવવું.
લવઃ- પાર્ટનરને પ્રભાવિત કરવા માટે કોઇ ખાસ કામમાં ઉતાવળ કરજો.
કરિયરઃ- આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં સંભાળીને કામ કરવું.
સ્વાસ્થ્યઃ- આજે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
મિથુન
પોઝિટિવઃ- પ્રસન્ન રહેશો તો દિવસ સારો અને આનંદથી વિતશે. તમારે કંઇક નવું અને હકારાત્મક વિચારવું જોઇએ. દિવસનો મોટાભાગનો સમય બીજાના કામમાં પણ ખર્ચ થઇ શકે છે. આજે કોઇ તમારી મદદ લઇ શકે છે. તમે ઘણી ભાગદોડ કરશો અને સફળ પણ થઇ જશો. કોઇ વિવાદમાં વધારે ન પડવું.
નેગેટિવઃ- પોતાનું ધ્યાન રાખવું. કોઇ મોટો નિર્ણય સાંજ સુધી ન લેશો તો સારું રહેશે. ગૃહસ્થિ સમાજ અને રાજનીતિ સાથે જોડાયેલી કોઇ એવી વાતો થઇ શકે છે જેમાં તમે થોડાં હેરાન અને પરેશાન રહેશો. ભય અને અસુરક્ષાની ભાવનાઓ તમારી ઉપર હાવિ થઇ શકે છે.
શું કરવું અને શું નહીં- આજે તમે કાળા કપડા ન પહેરશો.
લવઃ- આજે પ્રેમીની સાથે સંબંધ મધુર બનાવવાની કોશિશ કરી શકો છો.
કરિયરઃ- ઓફિસમાં કામ વધારે રહેશે.
કર્ક
પોઝિટિવઃ- બેરોજગાર લોકો માટે રોજગારના રસ્તા ખુલશે. કોઇ નવો પ્રોજેક્ટ આજે તમને મળી શકે છે અથવા કોઇ નવો પ્રોજેક્ટ પર કામ શરૂ થઇ શકે છે. આજે તમે નવા લોકોને મળી પણ શકશો. કિસ્મતનો સાથ પણ મળી શકશે. પૈસાની સ્થિતિ પર આજે તમારે વિચાર કરવો પડશે. કાર્યકુશળતા પણ આજે વધી શકે છે.
નેગેટિવઃ- આજે તમને થોડી સુસ્તી પણ અનુભવી શકો છો. આજે થોડા ખાસ કામ કરતી સમયે તમારું મન કામમાં નહીં લાગે. એકાગ્રતામાં પરેશાની આવી શકે છે. થોડાં નજીકના લોકોથી અને થોડાં મહત્વપૂર્ણ લોકોથી આજે તમારે મનમુટાવ પણ થઇ શકે છે. આજે તમારો મનમુટાવ તમારા જીવનસાથી સાથે પણ થઇ શકે છે.
શું કરવું અને શું નહીં- આજે ભીના વાળમાં તેલ ન લગાવવું.
લવઃ- તમારો ગુસ્સો પાર્ટનર પર ઉતારવો નહીં.
કરિયરઃ- આજે આ રાશિના વિદ્યાર્થીઓનું ધ્યાન સતત ભટકતું રહેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક થાક અને તણાવ રહી શકે છે.
સિંહ
પોઝિટિવઃ- આજે ગોચર કુંડળીમાં કિસ્મતના ઘરમાં ચંદ્ર હોવાથી દિવસ તમારા ફેવરમાં રહેશે. નિયમિત કામના સિવાય આજે તમે કોઈ કામ એવું પણ કરી શકો છો જે તમને મોટો ફાયદો આપવાવાળું રહેશે. કરિયરમાં પ્રગતિની એક તક આજે તમને મળશે પરંતુ તેની સાથે કેટલાક પડકાર પણ જોડાયેલા હોઈ શકે છે. દાંપત્યજીવનમાં સુખ મળશે. મિત્ર અને પરિવારના સભ્યો સાથે સમય સારો પસાર થશે. સ્વાસ્થ્ય સાચવવું જરૂરી.
નેગેટિવઃ- તમે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો. કોઇપણ પ્રકારની બેદરકારી ન કરવી. સમય પર કામ પૂર્ણ ન થવાથી તણાવ રહેશે.
શું કરવું અને શું નહીં - ચંદનનો ડિયો કે પરફ્યૂમ યુઝ કરો.
લવઃ- જીવનસાથી અથવા લવ પાર્ટનર સાથે આજે તમારા સંબંધો મજબૂત થઈ શકે છે.
કરિયરઃ- નોકરીયાત લોકો અને બિઝનેસવાળા લોકો માટે દિવસ શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- જૂના રોગો આજે ખતમ થઈ શકે છે.
કન્યા
પોઝિટિવઃ- સરકાર સાથે જોડાયેલાં કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. તમે તમારી માટે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખો. આજે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. તમે કોઇ કાર્યક્રમ બનાવ્યો છે તો તેમાં અચાનક થોડાં બદલાવ પણ કરવા પડી શકે છે.
નેગેટિવઃ- પૈસાના મામલાઓમાં આજે તમારે થોડી ચિંતા કરવી પડશે. અચાનક ધનહાનિ થવાના યોગ બની શકે છે. તમારે દરેક કામ સાવધાનીથી જ કરવું જોઇએ.
શું કરવું અને શું નહીં - કંકુનું તિલક લગાવવું.
લવઃ- પરિવારની સાથે સમય વિતાવવો.
કરિયરઃ- કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- એસિડિટીની પરેશાની વધી શકે છે.
તુલા
પોઝિટિવઃ- વેપાર તથા નોકરીમાં તમે સારું કામ કરી શકો છો. મિત્રો અને પરિવારના લોકો સાથે આત્મીયતાભરી અને લાંબી વાતચીત થઇ શકે છે. તમને તે બધા સવાલોના જવાબ મળી જશે જે તમે ઇચ્છો છો. પ્રેમ-સંબંધોમાં સારો સુધાર લાવવાનો અવસર મળી શકે છે. સંભવ હોય તો તમે દિવસ આરામ કરવામાં વિતાવી શકો છો.
નેગેટિવઃ- આજે તમે થાક કંટાળો અને સુસ્તી અનુભવ કરી શકો છો. કોઇ ફાલતૂ વિવાદ પણ થઇ શકે છે. ભાગદોડથી થોડાં પરેશાન પણ રહેશો. આજે થોડી નકારાત્મકતા પણ તમને પરેશાન કરી શકે છે.
શું કરવું અને શું નહીં - કોઇ પંડિત કે પુજારીને ખીર ખવડાવવી.
લવઃ- લવ પાર્ટનર સાથે આજે સંબંધ મધુર બનશે.
કરિયરઃ- બિઝનેસમાં અચાનક ફાયદો પણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાની રાખવી.
વૃશ્ચિક
પોઝિટિવઃ- પૈસા અને નોકરીના સવાલ પર આજે તમને ઉપયોગી અને મહત્વપૂર્ણ સલાહ પણ મળી શકે છે. જીવનસાથી સાથે થોડો મનમુટાવ થઇ શકે છે. તમારા મનમાં ઉઠતાં સવાલોના જવાબ આજે તમને મળી શકે છે. બધી જ સમસ્યાનું આજે નિવારણ તો આવી જ જશે પરંતુ તમને તમારી મહેનતના કારણે પૂર્ણ સફળતા પણ મળી જશે. કોઇ નવો અવસર પણ તમને મળી શકે છે.
નેગેટિવઃ- તમારી ભાવનાઓ પ્રગટ કરવામાં સંકોચ ન કરવો. તમને થોડી પરેશાનીઓ રહેશે. જીવનસાથી સાથે થોડો મનમુટાવ થઇ શકે છે. કોઇ સાથે કોઇ ગેરસમજ થઇ શકે છે.
શું કરવું અને શું નહીં - માતાજીને મહેંદી અર્પણ કરવી.
લવઃ- લવ લાઇફમાં આજે તમારે થોડું પરેશાન થવું પડી શકે છે.
કરિયરઃ- કાર્યક્ષેત્રમાં અને વેપારમાં મહેનત વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
ધન
પોઝિટિવઃ- આજે તમે તમારી ભાવનાઓ અને પોતાની ગતિવિધિઓને સંતુલિત રાખવાની તરફ ધ્યાન આપો. વિના વિચાર્યે કોઇ કાંઇ કહે તેની પર વિશ્વાસ ન કરવો. પૈસા સાથે જોડાયેલ કોઇ ખૂબ જ રોચક અને શાનદાર સુઝાવ અથવા પ્રસ્તાવ આજે તમને મળી શકે છે.
નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખવું કે આજે ચંદ્ર તમારી પાસે ખૂબ જ કામ કરાવી શકે છે. મનગમતા કામ પૂર્ણ થવામાં સમય પણ લાગી શકે છે.
શું કરવું અને શું નહીં - ઘરની ચોખટ પર બંન્ને બાજુ 1-1 નાની ચમચી દૂધ નાખવું.
લવઃ- પ્રેમીથી તમે જે ઇચ્છો છો તેની માંગ ન કરવી નહીં તો સંબંધ બગડી શકે છે.
કરિયરઃ- તમને બિઝનેસમાં સાવધાનીથી લાભ મળી શકશે.
સ્વાસ્થ્યઃ- ઉંઘની કમીને કારણે પરેશાન થઇ શકો છો.
મકર
પોઝિટિવઃ- તમારો વ્યવહાર ખૂબ જ હકારાત્મક રહેશે. દિવસ હકારાત્મક રહેશે. પરિવારના લોકો કે સંબંધીઓના કામ તમારા સહયોગથી પૂર્ણ થશે અને તમારા કામ તેમના સહયોગથી પૂર્ણ થશે. પરિવારના લોકોની અપેક્ષા પણ તમારાથી વધારે હોઇ શકે છે. આત્મવિશ્વાસ વધેલો રહેશે. તમારા મન ઉપર વિશ્વાસ રાખવો.
નેગેટિવઃ- સારા સમયની રાહ તમારે વધારે કરવી પડશે નહીં. ઘરેલૂ તણાવ કે વિવાદ થવાના યોગ બની રહ્યા છે સાવધાન રહેવું અને શાંતિથી દિવસ પણ ટાળી દેવો.
શું કરવું અને શું નહીં- હથેળીઓ અને કાંડા ઉપર એલોવેરા લગાવીને જ હાથ ધોવાં.
લવઃ- સંબંધ મધુર બનાવવાની કોશિશ કરવી.
કરિયરઃ- અટકાયેલાં કામ ખેંચતાણથી પણ પૂર્ણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.
કુંભ
પોઝિટિવઃ- ઓફિસમાં આજે કામનો ભાર રહી શકે છે. આજે સંયમ અને ધૈર્ય રાખવું બધુ જ ઠીક થઇ શકશે. આજનો દિવસ ખાલી વિતી જવા પર બિન્દાસ રહો. આજે બધુ જ ઠીક-ઠાક રહેશે. આજે તમારી રાશિનો ચંદ્રમાં ચોથા ભાવમાં રહેશે.
નેગેટિવઃ- જોશમાં આવીને કોઇ ખોટું કામ પણ કરી શકો છો. પહેલાંથી વિચારેલું કોઇ કાર્ય આજે અચાનક બદલી શકે છે. જેનાથી તમે પરેશાન રહી શકો છો. કારોબારની ધીમી ગતિથી થોડાં દિવસો સુધી તમારું મન ખિન્ન રહી શકે છે.
શું કરવું અને શું નહીં - દાડમનું સેવન કરવું અને સાથેના લોકોને પણ ખવડાવવું.
લવઃ- પાર્ટનર તમારી ભાવનાઓનો મજાક ઉડાવી રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ તેને આ વાતનો અનુભવ થશે.
કરિયરઃ- આજે કાર્યક્ષેત્ર અને વ્યપારમાં મિત્રોનો સહયોગ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- હાથ અને પગનો દુખાવો થઇ શકે છે.
મીન
પોઝિટિવઃ- આજે કામ પૂર્ણ કર્યા પછી બીજાન મદદ જરૂર કરવી. આજે નવા રૂપમાં આગળ વધવાના અવસર મળી શકે છે. આજે તમે યોજનાબંધ ઢંગથી ચાલશો તો દિવસ શુભ રહેશે. જે કામ તમને સોંપવામાં આવે તેને નખરા કર્યા વિના સ્વીકારી લો. જે કાર્યોને લઇને તમે પરેશાન રહેશો તે અચાનક કોઇની મદદથી પણ પૂર્ણ થઇ શકે છે.
નેગેટિવઃ-ભાવનાઓમાં વહી કોઇને વિના માંગ્યે સલાહ આપવી નહીં. વધારે ભાવુક ન રહેવું. તમારી વાતો ઉપર આજે લોકોનું ધ્યાન રહેશે.
શું કરવું અને શું નહીં- પરિવારના કોઇપણ સભ્ય કે અપોઝિટ જેન્ડરના મિત્રને પરફ્યૂમ ભેટ આપવું.
લવઃ- લવ પાર્ટનર ઉપર ખર્ચ વધારે થઇ શકે છે.
કરિયરઃ- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ફાયદો થશે.
સ્વાસ્થ્યઃ- યાત્રાનો યોગ બનશે.