શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ડલ અને સૂકી ત્વચાની સમસ્યાથી પરેશાન હોય છે. ઠંડી હવાઓના કારણ ત્વચાની કોમળતા જાણે ક્યાંક ખોવાઇ જાય છે. દિવસભર શિયાળાની ઋતુમાં ઘરની બહાર રહેવાથી પણ ત્વચા ડલ થઇ જાય છે. ધૂળ-માટી, પ્રદૂષણ, સૂરજનાં કિરણોનો પણ સ્કિન પર નકારાત્મક પ્રભાવ પડે છે.
નાઈટ સ્કિનકેર રૂટીનને પણ ખાસ બનાવવું જોઈએ
એવામાં રાત્રે સૂતા પહેલાં ત્વચાનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. તેના માટે તમે વિંટર સ્કિન કેર ટિપ્સ અજમાવી શકો છો. બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અને સારા અલ્ટ્રા-હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત, આપણે આપણા નાઈટ સ્કિનકેર રૂટીનને પણ ખાસ બનાવવું જોઈએ. જેમાં ક્લિન્ઝિંગ મેથડ અને મોઈશ્ચરાઈઝરનો સમાવેશ થાય છે. જેથી સવારે તમે ઊઠો ત્યારે તમારી ત્વચા એકદમ હેલ્થી અને કોમળ રહે. શિયાળામાં ત્વચાને હેલ્થી અને સ્મૂથ રાખવા માટે સ્કીન કેર ટિપ્સ જાણો
ક્લિન્ઝિંગ મિલ્ક અથવા દૂધથી ચહેરો સાફ કરો
દૂધ એક અદ્ભુત ક્લિંઝર છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે, જે સારા ક્લિંઝર તરીકે કામ કરે છે. તમે મેકઅપને દૂર કરવા માટે ક્લિન્ઝિંગ મિલ્ક ખરીદી શકો છો અને સૂતા પહેલા ચહેરાને સાફ કરી શકો છો. તે તમારા ચહેરા પરથી તમામ કચરો દૂર કરી દેશે અને ત્વચાને કોમળ અને ફ્રેશ બનાવશે. તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી ચહેરો સાફ કરો.
ત્વચાને એક્સ્ફોલિએટ કરો
ડલ અને સૂકી ત્વચાને દૂર કરવા માટે શિયાળામાં એક્સ્ફોલિએશન પણ મહત્વપૂર્ણ છે. પરંતુ યાદ રાખો કે શિયાળામાં અને વૈકલ્પિક દિવસોમાં હળવા એક્સ્ફોલિએશનની મદદ લેવી. આ માટે તમે તેમાં નાળિયેર તેલ અથવા દૂધમાં ઓટ્સ અથવા કોફી ઉમેરીને હળવા સ્ક્રબ અથવા હોમમેઇડ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
તમારી સ્કિનને કરો મસાજ
ખાસ કરીને ત્વચાને એક્સફોલિએટ કર્યા પછી. આ માટે નાળિયેર તેલ, આર્ગન તેલ અથવા રોઝશિપ તેલનો ઉપયોગ કરો. તમે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. થોડા સમય માટે તેલ અથવા જેલથી મસાજ કરો અને હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
ડિપ કન્ડિશનિંગ ક્રિમ, જેલ અથવા મોશ્ચરાઇઝર વાપરો
શિયાળામાં સારા મોઈશ્ચરાઈઝર કે ક્રીમનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ત્વચાને કન્ડિશન્ડ, નરમ અને સ્વસ્થ રાખવા માટે અલ્ટ્રા-હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર ફક્ત તમારા ચહેરા પર જ નહીં પણ તમારા હાથ અને પગ પર પણ લગાવવું જોઈએ. શિયાળુ હાઇડ્રેટિંગ ફેસ માસ્ક તમારી ત્વચાને નવજીવન આપી શકે છે. તમે આ માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર લગાવી શકો છો. તમે છૂંદેલાં કેળાં, એક ચમચી મધ અને દહીં અને બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરીને તેને ચહેરા પર લગાવી શકો છો. સૂકાઇ ગયા બાદ હુંફાળા અથવા સાદા પાણી વડે ચહેરો સાફ કરી લો. ત્યાર બાદ મોશ્ચરાઇઝર જરૂર લગાવો.