બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / if you are troubled by cough then definitely follow these home remedies

ઉપાયો / શિયાળામાં ખાંસીથી પરેશાન છો તો દવા નહીં પણ ટ્રાય કરો આ અસરકારક ઘરેલૂ ઉપાયો

Bhushita

Last Updated: 11:00 AM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાંસીને સ્વાસ્થ્યને માટે ખરાબ માનવામાં આવે છે પણ એવું નથી. તે થોડા સમય માટે હોય છે અને ગળામાં શ્વાસ લેવાનો રસ્તો પણ ક્લીર થઈ જાય છે. જો તે સ્થાયી રીતે રહી જાય તો તે સ્થિતિમાં ટ્રીટમેન્ટની જરૂર રહે છે. આ માટે ધૂળ,માટી, પ્રદૂષણ જવાબદાર રહે છે. સૂકી ખાંસીની સાથે ગળામાં બળતરા હોય તો આ ઘરેલૂ ઉપાયો શિયાળામાં તમારી મદદ કરશે.

  • શિયાળામાં કરી લો આ ખાસ ઉપાયો
  • ખાંસીમાં મળશે ઝડપથી રાહત
  • ઘરેલૂ ઉપાયો છે ઘણા અકસીર

 
મધ

ઉધરસ હોય તો ઘરેલૂ ઉપાયોને યોગ્ય માનવામાં આવે છે. આ એન્ટીઓક્સીડન્ટ્સ રોગાણુ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય ગળામાં ખરાશ ઓછી કરવામાં પણ મધ મદદ કરે છે. આ સ્ટડીથી ખ્યાલ આવે છે કે શરદી અને ખાંસીની સારવારમાં મધનો ઉપયોગ કરવો એ દવાઓથી સારા સાબિત થાય છે. હર્બલ ટી કે લીંબુ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરીને 2 વાર તેને પીવાથી રાહત મળે છે. 

મીઠાના પાણીથી કોગળા કરવા

મીઠાના પાણીના કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે. ગળાની ખારાશ દૂર કરવા માટે મીઠાના પાણીના કોગળા કરાય તો ફેફસામાં જે કફ જામેલો હોય છે તેમાં ઘટાડો થાય છે. એક કપ ગરમ પાણીમાં પા ચમચી મીઠું નાંખીને તેનાથી દિવસમાં અનેક વાર કોગળા કરવા. ગળામાં થતા ટોન્સિલમાં પણ આ ઉપાય ફાયદાકારક રહે છે.  
 
આદુ

આદુથી ખાંસીની સમસ્યા ખતમ થઈ શકે છે. શિયાળામાં કાળા મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં રાહત મળે છે. મધની સાથે આદુની ચા પી શકાય છે. વધારે આદુની ચાથી પેટ ખરાબ થઈ શકે છે આ માટે નક્કી પ્રમાણમાં પીવાથી લાભ મળે છે. 
 


પિપરમિંટ

પિપરમિંટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને પરેશાન કરી શકે છે. ગળાનું દર્દ અને બળતરાથી રાહત આપવામાં પિપરમિંટ સહાયક છે. દિવસમાં 2થી 3 વાર પિપરમિંટની ચા પીવાથી ગળામાં ખાંસીની સમસ્યામાં આરામ મળે છે. એરોમા થેરાપીના રૂપમાં પિપરમિંટનું તેલ ઉપયોગમાં લઈ શકાય છે. શિયાળામાં પિપરમિંટનો ઉપયોગ લાભદાયી રહે છે. 
 
નીલગિરીનું તેલ

આ તેલ શ્વાસની તકલીફમાં ખૂબ જ લાભદાયી રહે છે. આ શ્વાસોશ્વાસની ક્રિયાને સારી રાખે છે. આ સિવાય નારિયેળ તેલ અને જૈતૂનના તેલમાં નીલગિરીના તેલના ટીપાં મિક્સ કરીને છાતી પર માલિશ કરાય તો રાહત મળે છે. આ સિવાય ગરમ પાણીમાં નીલગિરીના તેલના કેટલાક ટીપાં મિક્સ કરીને નાસ લેવાથી પણ રાહત મળે છે. નીલગિરીના તેલને છાતી પર લગાવીને રાખવાથી શિયાળામાં શ્વાસ લેવામાં રાહત મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cough Health News Home Remedies Trouble cold ઉપાયો ખાંસી ઘરેલૂ ઉપાયો શિયાળો હેલ્થ ન્યૂઝ troubled by cough
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ