If you are tired of ad while using internet in mobile, try this app
Technology /
મોબાઈલમાં ઈન્ટરનેટ વાપરતી વખતે એડથી થાક્યા છો, તો આ એપ ટ્રાય કરો
Team VTV04:50 PM, 13 Dec 19
| Updated: 04:58 PM, 13 Dec 19
તમે મોબાઇલ પર કોઈ વિડીયો જોઈ રહ્યા હો કે ગેમ રમતા હો ત્યારે અચાનક સ્ક્રિન પર એડ દેખાય તો સ્વાભાવિક છે કે તમને થોડો ગુસ્સો આવશે. સામાન્ય રીતે બધા લોકોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે તેનાથી મહદઅંશે બચી શકાય છે. એડ એટલે કે જાહેરખબરને બ્લોક કરતી ઘણી એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. પરંતુ કેટલીક એપ પ્લે સ્ટોર પર નથી. બ્લેકમાર્ટ અને 9 એપ્લિકેશન્સ જેવા સ્ટોર્સ પરથી એપ્લિકેશનોને ડાઉનલોડ કરી શકો છો.
જો તમે અનિચ્છનીય જાહેરાતો રોકવા માંગતા હો, તો તમે એડવે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો
એડબ્લોક પ્લસ એપ્લિકેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે રુટેડ અને નોનરુટેડ એમ બંને ડિવાઇસ પર કામ કરે છે
Adaway:
જો તમે અનિચ્છનીય જાહેરાતો રોકવા માંગતા હો, તો તમે એડવે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તે એક સિમ્પલ એડ બ્લોકર છે. તે કસ્ટમ અને મોડિફાઇડ હોસ્ટ ફાઇલને સપોર્ટ કરે છે. હોસ્ટ ફાઇલ્સ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ થાય છે. આ એપને પ્લેસ્ટોરને બદલે અન્ય પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જોકે આ એપ્લિકેશનની માટે તમારા મોબાઇલને રુટ કરવો પડશે.
Adblock Plus :
એડબ્લોક પ્લસ એપ્લિકેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે રુટેડ અને નોનરુટેડ એમ બંને ડિવાઇસ પર કામ કરે છે. આ એપ્લિકેશન તમારા મોબાઇલના બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. તમે આ એપ્લિકેશનથી અનિચ્છનીય જાહેરાત બંધ કરી શકો છો. આ એપ્લિકેશન વેબ બ્રાઉઝર એક્સ્ટેંશનની જેમ વેબ ટ્રાફિક ફિલ્ટરનું કામ કરે છે.
Adguard :
એડગાર્ડ એપ્લિકેશન ઉપર જણાવેલી એપ્લિકેશન્સની જેમ કાર્ય કરે છે. આ એપ્લિકેશનને રુટ કર્યા વિના વાપરી શકાય છે. યુઝર્સને આ એપમાં સરળ ઇન્ટરફેસ મળશે. આ સિવાય તમે આ એપને સરળતાથી એક્સેસ કરી શકો છો. જો કે, આ એપ્લિકેશનનું ફ્રી વર્ઝન ફક્ત વેબ બ્રાઉઝર પર જ ઉપલબ્ધ છે.