બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / If you are planning to go to the Statue of Unity, read on. The administration has made a big decision
Last Updated: 05:04 PM, 16 February 2022
ADVERTISEMENT
ગુજરાતમાં નદી ઉત્સવ,અને સ્વચ્છ્તા અભિયાન સાથે જ વારાણસીમાં જે પ્રકારે સંધ્યા આરતી થાય છે બરાબર તે જ રીતે કેવડિયામાં નર્મદાની મહાઆરતી થાય છે. આ સમયમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' માં આવેલા લેઝર શો સાથે સંધ્યા આરતીનો લાભ લઈ શકે તે હેતુસર આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રોજેકશન મેપિંગ શૉ અને મહાઆરતીનો સમય બદલાયો છે. નર્મદાની મહા આરતી સાંજે સાંજના 7:00ને બદલે 8:00 વાગ્યે યોજાશે. તો પ્રોજેકશન મેપિંગ શૉ સાંજે 6:30ને બદલે 7:00 વાગે શરૂ થશે
પ્રવાસીઓ બંને કાર્યક્રમો માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. SoU ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી 4 મહિના સુધી આ જ સમય રહેશે
ગુજરાતના નર્મદા કિનારે આવેલા કેવડિયાને વૈશ્વિક ફલક પર પ્રવાસન ધામ તરીકે વિકસાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની દીર્ઘ દ્રષ્ટિ મુજબ ધાર્મિક સ્થળ તરીકે પણ વિકસાવી રહ્યા છે. જેનાં ભાગરૂપે મહિનાઓ અગાઉ PM નરેન્દ્ર મોદીએ ગોરા નજીક ₹14 કરોડના ખર્ચે નર્મદા ઘાટના નિર્માણની જાહેરાત કરી હતી. નમોના નમામી દેવી નર્મદે પ્રોજેક્ટ હેઠળ 7 થી 8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લંબાઇ 131 મીટર અને ઉંડાઈ 46 મીટરની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.