બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 12:02 PM, 15 May 2019
UIDAI આધાર કાર્ડ જારી કરનારી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચુક્યું છે. નાણાંકીય લેણદેણ અને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓમાં એ ફરજીયાત હોવાને કારણે દરેક લોકોએ સાથે રાખવું જરૂરી થઇ ગયું છે. UIDAI ના અધિકારીઓ પ્રમાણે જો તમે આધારનો સતત 3 વર્ષ સુધી કોઇ ઉપયોગ કર્યો નથી તો આ ડિએક્ટિવેટ થઇ શકે છે.
ADVERTISEMENT
જો છેલ્લા સતત 3 વર્ષમાં તમારા આધારનો ઉપયોગ થયો નથી, એટલે કે તમે કોઇ બેંક ખાતા કે પાનથી લિંક નથી કર્યું અથવા ઇપીએફઓને આધાર ડિટેલ્સ આપવાથી લઇને પેન્શન ક્લેમ કરવા જેવી બીજી લેણદેણમાં એનો ઉપયોગ કર્યો નથી. તો તમારું આધાર ડિએક્ટિવેટ કરવામાં આવી શકે છે. એટલે કે તમારું આધાર બંધ થઇ શકે છે.
ADVERTISEMENT
UIDAI વેબસાઇટ (uidai.gov.in) ના હોમપેજ પર આધાર સર્વિસેજ ટેબની નીચે 'વેરિફાઇ આધાર નંબર' નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેવો તમે 'વેરિફાઇ આધાર નંબર' પર ક્લિક કરશો એવું નવા પેજ પર પહોંચી જશો. નવા પેજમાં તમારો આધાર નંબર અને કેપ્ચર વર્લ્ડ નાંખ્યા બાદ વેરિફાઇ પર ક્લિક કરો. આવું કર્યા બાદ જો લીલા રંગનું સાચાનું નિશાન આવે છે તો એનો મતલબ છે કે તમારું આધાર એક્ટિવ છે.
ડિએક્ટિવ આધારને કેવી રીત કરશો એક્ટિવ
જો તમારું આધાર સક્રિય નથી તો તમારે સંબંધિત દસ્તાવેજો સાથે નદીકના એનરૉલમેન્ટ સેન્ટર જવું પડશે. ત્યાં તમારે આધાર અપડેટ ફૉર્મ ભરવું પડશે અને તમારા બાયોમેટ્રિક્સ ફરીથી વેરિફાઇ કરવામાં આવશે અને એને અપડેટ કરી દેવામાં આવશે. અપડેશન માટે તમારે એનરૉલમેન્ટ સેન્ટરમાં 25 રૂપિયાની ફી ભરવી પડશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો એક વેલિડ નંબર જણાવવો પજશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.