બ્રેકિંગ ન્યુઝ
VTV / If you are messaging your partner frequently be careful Otherwise you will have to suffer serious consequences know why
Arohi
Last Updated: 12:15 PM, 29 November 2022
ADVERTISEMENT
સ્ટ્રોન્ગ અને લોન્ગ લાસ્ટિંગ રિલેશનશિપ દરેકની ઈચ્છા હોય છે. કેટલીક વાર કપલ્સની અમુક મિસ્ટેક્સ સંબંધોને કમજોર બનાવી દે છે. પાર્ટનરને વારંવાર મેસેજ કરવા પણ તે ભૂલોમાંથી એક છે. મોટાભાગના કપલ્સ પોતાના પાર્ટનરની કેર કરવા માટે સમયની ચિંતા નથી કરતી. એવામાં તમે વગર સમજે વિચારે પાર્ટનરને મેસેજ કરી દો છો.
જોકે અમુક પરિસ્થિતિઓમાં પાર્ટનરને મેસેજ કરવાથી તમારો સંબંધ ખતરામાં આવી શકે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આવી સિચુએશન્સ વિશે જેમાં તમારે ભૂલથી પણ પાર્ટનર સાથે વાત ન કરવી જોઈએ.
ADVERTISEMENT
ફર્સ્ટ ડેટ બાદ મેસેજ કરવાથી બચો
પાર્ટનર સાથે પહેલી વખત ડેટ પર જવાનો અનુભવ ખૂબ જ ખાસ હોય છે. એવામાં કપલ્સ મોટાભાગે પોતાની ખુશીઓ વ્યક્ત કરવા માટે પાર્ટનરને વારંવાર મેસેજ કરે છે. તેનાથી તમારો પાર્ટનર તમને ચિપકુ સમજી શકે છે અને તમને વધારે મહત્વ નહીં આપે. તેના માટે ફર્સ્ટ ડેટ બાદ પાર્ટનરને વિચારવાનો થોડો સમય આપો અને તેનો રિસ્પોન્સ આવ્યા બાદ જ વાત આગળ વધારો.
ગુસ્સામાં ન કરો મેસેજ
ગુસ્સામાં આવીને પાર્ટનરને મેસેજ કરવાથી તમારો સંબંધ તૂટી શકે છે. મહત્વનું છે કે ગુસ્સામાં લોકો પોતાના પર કંટ્રોલ નથી રાખી શકતા. એવામાં તમારી વાતો પાર્ટનરને હર્ટ કરી શકે છે. માટે ગુસ્સામાં આવવા પર તમારો ફોન બંધ કરી દો અને ગુસ્સો ઠંડો થયા બાદ જ પાર્ટનરને મેસેજ અથવા કોલ પર વાત કરો.
વ્યસ્ત શેડ્યુલને રાખો ધ્યાનમાં
ઘણી વખત તમારા મેસેજ કરવા પર પાર્ટનર અમુક કામમાં વ્યસ્ત રહે છએ અને તમને સમય પર રિપ્લાય નથી આપી શકતા. એવામાં પાર્ટનરના શેડ્યુલની જાણ રાખો અને બિઝી હોવા પર તેમને મેસેજ કરવાથી બચો. ત્યાં જ બિઝી રહેવા પર તમે બાદમાં વાત કરવાની સલાહ આપી શકો છો.
યાદ આવવા પર ન કરો મેસેજ
ઘણી વખત લોકો તેમના પાર્ટનરને ખૂબ મિસ કરે છે અને દિવસભર મેસેજ મોકલીને તેમને પરેશાન કરતા રહે છે. પાર્ટનર પ્રત્યેની તમારી યાદ સાચી હોઈ શકે છે. તમારા વારંવારના મેસેજિંગથી તમારા પાર્ટનરને ચીડ પણ થઈ શકે છે. તેથી સંબંધને મજબૂત કરવા માટે, પ્રેમ અને યાદ બંનેને સંતુલિત રીતે વ્યક્ત કરવું વધુ સારું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.