બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:16 AM, 3 December 2024
એક ધાર્મિક માન્યતા અનુસાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની પૂજા કરવાથી સાધકના જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ હંમેશ માટે દૂર થઈ જાય છે. મંગળવારે હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત થાય છે અને મંગળ ગ્રહ મજબૂત થવાથી જાતક ઊર્જાવાન રહે છે અને આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. અને જો મંગળ ગ્રહ નબળો હોય તો જાતક કમજોરી અનુભવે છે અને તેનું કોઈપણ કાર્યમાં મન લાગતું નથી. ત્યારે ચાલો જાણીએ આ મંગળ દોષના ઉપાય વિશે.
ADVERTISEMENT
શું હોય છે મંગળ દોષ?
ADVERTISEMENT
જ્યોતિષના કહેવા મુજબ કુંડળીના પહેલા, બીજા, ચોથા, સાતમાં, આઠમાં અને બારમાં ભાવમા જેને મંગળ હોય તે જાતકને માંગલિક કહેવાય છે. જો કે આની અસર દરેક જાતકો પર નથી પણ થતી પણ તે માટે જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જે જાતક માંગલિક હોય છે તેના લગ્નમાં વિલમબ થાય છે કે પછી તે જાતકના લગ્ન જીવનમાં ઘણીવાર સમસ્યાઓ ઊભી થાય છે અને આ માટે મંગળ દોષનું નિવારણ જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ તેના ઉપાય.
વધુ વાંચો: ગ્રહોના રાજાનું ગોચર! ત્રણ રાશિના જાતકો રૂપિયે તોલાશે, સંપત્તિ અને સુખની થશે પ્રાપ્તિ
મંગળ દોષના ઉપાય
જો તમે પણ માંગલિક છો તો દર મંગળવારે હનુમાનજીણી પૂજા કરો. જો કે જો તમારે ભારે મંગળ હોય તો જ્યોતિષની સલાહ અચૂક લો. ભારે મંગળ હોય તે જાતકોએ મંગળ દોષના નિવારણ માટે પૂજા કરાવવી જોઇર. તેના લીધે લગ્નમાં વિલંબ કે પછી લગ્ન જીવનમાં સમસ્યા રહી શકે છે. મંગળ દોષથી છુટકારો મેળવવા માટે મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરો. મસૂર દાળ, મગફળી, લાલ રંગના કપડાં, ગોળ, મધ, લાલ મરચું જેવી વસ્તુઓનું તમે દાન કરી શકો છો જેનાથી મંગળની અસર ઓછી થશે. મંગળવારના દિવસે વ્રત રાખો, આમ કરવાથી પણ મંગળની અસર ઓછી થતી જોવા મળશે, આ દિવસે વ્રત રાખીને હનુમાનજીનું ધ્યાન ધરો અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT