બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you are going to propose, know these things, the reply will be positive

valentine week / પ્રપોઝ કરવા જઇ રહ્યાં છો તો આ વાતો જાણી લેજો, રિપ્લાય આવશે પોઝીટીવ

Kinjari

Last Updated: 02:09 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઇન ડે આવે એટલે હવામાં જાણી ગુલાબી રંગ પ્રસરાઇ ગયો હોય તેવું લાગે છે. વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે.

  • વેલેન્ટાઇન વીકનું સેલિબ્રેશન 
  • પ્રપોઝ કરવાના છો તો ધ્યાન રાખો
  • લવ ઇઝ ઇન ધ ઍર 

ગમતા પાત્રને પ્રપોઝ કરવું હોય તો પણ ઘણીવાર પ્રેમનો એકરાર કરવો અઘરો લાગે છે. જો તમે આ દિવસોમાં આ મોકો ગુમાવી દો છો તો એક વર્ષની રાહ જોવી પડે છે. તેના કરતા ડર્યા વગર આ જ વર્ષે પ્રિય પાત્રને કહી દો અને આખી લાઇફ સાથે રહેવાના વાયદા કરી દો. 

શું હોય છે પ્રેમ
પ્રેમના એહસાસથી દુનિયા બદલાઇ જાય છે, તમારી રસ વગરની લાઇફ ખુબ સરસ અને ઇન્ટ્રસ્ટીંગ થઇ જાય છે. પ્રેમ થયા બાદ પણ ચૂપ રહેવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. પ્રપોઝ ડેના દિવસે જ કહી દેવાથી પ્રેમનો અહેસાસ થોડો વધારે થાય છે અને સામેના વ્યક્તિને સ્પેશ્યલ ફીલ થાય છે. 

પ્રપોઝ ડે 
આ દિવસે યુવાનો પોતાના ડિયર વન સામે પ્રેમનો ઇઝહાર કરે છે અને વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસનું મહત્વ યુવાઓ વચ્ચે વધુ હોય છે. આ દિવસે કેવી રીતે કરશો પ્રેમનો ઇઝહાર, જાણી લો. 

દેખાડો ન કરો 
છોકરીઓ ખુબ સમજદાર હોય છે અને તે બીજાના હાવભાવ જાણીને સમજી જાય છે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. ક્યારેય છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે ફાલતુ દેખાડા ન કરો. જેવા છો તેવા જ દેખાઓ. 

એક બીજાને મદદ કરો 
ક્યારેય સહાયતાનો દેખાડો ન કરો પણ જેન્યુઅન સહાય કરો. ક્યારેય એકબીજા સાથે ઉંચા સ્વરે વાત ન કરો. આ કારણ તમારુ બ્રેક અપ કરાવવા માટે પૂરતું છે. 

ગુસ્સા પર કાબૂ રાખો
ગુસ્સો હંમેશા સ્થિતિ ખરાબ કરે છે. માટે ગુસ્સા પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરો અને જો તમે શાંત સ્વભાવના છો તો બધા જ તમને પસંદ કરશે. પોતાના પ્રેમ સામે પોતાની સમજદારી દર્શાવો. 

પ્રેમની તુલના ન કરો
જ્યારે તમે કોઇને મનથી પોતાના માની લીધા છે તો તેના સારા અને ખરાબ બંને વ્યવહારને અપનાવી લો. પ્રેમ કરવાનો દરેકનો ઢંગ અલગ હોય છે માટે ક્યારેય કોઇની તુલના કોઇ સાથે ન કરો. 

પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવો
છોકરીઓ છોકરાની દરેક બાબતને ધ્યાનથી જોતી હોય છે. ક્યારેય પણ જો પ્રિય વ્યક્તિનો ફોન રિસીવ ન કરી શકો તો તેને સોરી કહી દો. તેને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે કેન્ડલ લાઇટ ડીનર પર લઇ જાઓ અથવા મૂવી ડેટ કે તેને કોઇ વસ્તુ ગિફ્ટ કરી દો. 

તારીફ કરશે કમાલ 
મનુષ્યનો સ્વભાવ છે કે જ્યારે કોઇ આપણી તારીફ કરે છે તો આપણને બહુ ગમે છે અને પ્રેમના મામલામાં પણ આ જ વસ્તુ કામ કરશે. જ્યાં પણ તારીફ કરવાનો મોકો મળે ત્યારે તેને પકડીને તારીફ કરી દેવી. 


 


 

સંકળાયેલા મુદ્દાઓ

propose day proposes valentine week પ્રપોઝલ valentine week
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ