બ્રેકિંગ ન્યુઝ
VTV / If you are fond of adventure, plan to go to these 7 places
Anita Patani
Last Updated: 04:30 PM, 16 February 2021
ADVERTISEMENT
ગ્રેટ બેરિયર રીફમાં સ્વિમીંગ
એડવેન્ચરના શોખીન લોકોની લિસ્ટમાં આ પહેલા નંબરે આવે છે. ગ્રેટ બેરિયર રીફમાં 1500 કરતા પણ વધારે પ્રજાતીવાળી માછલીઓ અને કોરલ રીફ છે. નાની નાની માછલીઓ વચ્ચે અહી સમુદ્રમાં ખુબસુરત નજારે જોવા મળે છે.
ADVERTISEMENT
માઉન્ટ એવરેસ્ટ
એડવેન્ચરને પસંદ કરનારા લોકોના માથે એવરેસ્ટ ચડવાનુ ભૂત સવાર હોય છે. જો તમને પણ એડવેન્ચર પસંદ છે અને તમારી પાસે સમય છે તો એક વાર માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરવો જ જોઇએ.
દુનિયાનો સૌથી ઉંચો ક્લિફ જંપ
જો તમને ક્લિફ જંપ કરવુ ગમે છે તો દુનિયાની સૌથી ઉંચી જગ્યાએ જઇને તેનો અનુભવ જરૂર લો. ન્યૂઝીલેન્ડના ક્વિંસટાઉનમાં દુર દુર સુધી ટુરિસ્ટ આ અનુભવ કરવા આવે છે. અહીં 650 ફૂટ કેબલ દ્વારા તમે નદીમાં છલાંગ લગાવી શકો છો.
ધ ગ્રેટ વૉલ ઓફ ચાઇના
ધ ગ્રેટ વૉલ ઓફ ચાઇના દુનિયાના સાત અજૂબામાંથી એક છે. દર વર્ષે અહી કરોડો લોકો આવે છે. ટ્રેકિંગ દરમિયાન દરેક દિવાલનો પોતાનો અલગ અનુભવ છે. ટ્રેકિંગ દરમિયાન કેટલીક એવી જગ્યાઓ મળશે જ્યાં સામાન્ય રીતે લોકો નથી જઇ શકતા.
દુબઇમાં સ્કાઇડાઇવિંગ
જો તમે સ્કાઇ ડાઇવિંગના શોખીન છો તો દુબઇમાં તે ટ્રાઇ જરૂર કરો. ટ્રેન્ડ પ્રશિક્ષકોની મદદથઈ કરવામાં આવેલ આ ફ્રી ફોલ તમને જરૂર યાદગાર અનુભવ આપશે.
નોર્દન લાઇટ્સમાં ઉંઘવુ
નોર્દન લાઇટ્સમાં રંગબેરંગી રોશનીમાં ઉંઘવું એક શાનદાર અનુભવ છે. આ અનુભવને શબ્દોમાં વર્ણવી જ ન શકાય. લોકો દુર દુરથી નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશમાં આવે છે અને આ મજાને અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.