જો બજેટમાં તમે આ આશા રાખીને બેઠાં હોવ તો છોડી દેજો

By : admin 07:56 PM, 28 January 2019 | Updated : 07:56 PM, 28 January 2019
કરદાતાઓ આગામી વચગાળાના બજેટમાં મોટા પાયે કર રાહતો ઇચ્છે છે, પરંતુ સરકાર કર રાહતોનો બોજ ઉઠાવી શકવાની આર્થિક સ્થિતિમાં નથી. છેલ્લા સાડા ચાર વર્ષમાં સરકારી તિજોરીની હાલત ખરાબ છે. કેન્દ્ર પર કુલ દેવું ૪૯ ટકા વધીને ૮૨,૦૩,૨૫૩ કરોડ રૂપિયા થઇ ગયું છે. ટેક્સ રાહતને લઇને સરકારની આવક અપેક્ષા મુજબ વધી નથી. બજેટના અંદાજ અનુસાર ટેક્સ રાહત આપવાથી સરકારને રૂ. ૭૫,૨૫૨ કરોડની રેવન્યૂ લોસ થશે.

જ્યારે કરદાતાઓ ઇચ્છે છે કે કલમ-૮૦-સી હેઠળ કરમુક્તિ મર્યાદામાં રૂ.૫૦ હજારની લિમિટ વધારવામાં આવે. તેનાથી ૩૦ ટકા સ્લેબ એટલે કે વાર્ષિક રૂ. ૧૦ લાખથી વધુ આવક ધરાવતા લોકો રૂ. ૧૫ હજાર બચાવી શકશે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ડિવિડન્ડ પર પણ ટેક્સ બંધ કરવો જોઇએ. તેમનું કહેવું છે કે કંપનીઓ પણ તેના પર ટેક્સ ચૂકવે છે. એટલા માટે કરદાતા પાસેથી કરદાતા પાસેથી ડિવિડન્ડ પર ટેક્સ વસૂલવો જોઇએ નહીં. ૨૦૧૬-૧૭માં ડિવિડન્ડ દ્વારા સરકારને રૂ. ૪૩,૪૧૦ કરોડનો ટેક્સ મળ્યો હતો.

આ વર્ષે પણ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડ પરથી વધુ ટેક્સ મળવાની આશા છે, જોકે સરકારની આર્થિક હાલત જોતા કરદાતાઓને કોઇ મોટી રાહત મળે તેવી ધારણા નથી.Recent Story

Popular Story