બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If you are also a vegetarian, add this vegetable to your diet, you will never get sick

Heath Tips / તમે પણ શાકાહારી છો તો ડાયટમાં ખાસ ઉમેરો આ શાકભાજી, ક્યારેય બીમાર નહીં પડો

Megha

Last Updated: 04:33 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીલાં શાકભાજી આપણા શરીર માટે જરૂરી છે એવામાં જો તમે શાકાહારી હો તો એવાં વેજિટેબલ્સ ખાઓ, જે પ્રોટીન્સથી ભરપૂર હોય.

  • જો તમે વીગન હો તો ખોરાકમાં એડ કરો આ ફૂડ
  • લીલાં શાકભાજી આપણા શરીર માટે જરૂરી
  • શું હોય છે પ્રોટીનની જરૂ‌રિયાત?

આમ તો આપણે રોજ આપણા ખોરાકમાં શાકભાજીનું સેવન કરીએ છીએ, કેમ કે તેમાં ઘણાં બધાં પોષકતત્ત્વો હોય છે. લીલાં શાકભાજી આપણા શરીર માટે જરૂરી છે તે વાત કોઇ નકારી શકતું નથી, પરંતુ જો તમે શાકાહારી હો તો એવાં વેજિટેબલ્સ ખાઓ, જે પ્રોટીન્સથી ભરપૂર હોય.

શું હોય છે પ્રોટીનની જરૂ‌રિયાત?
પ્રોટીન તમારા શરીરમાં તમામ કોશિકા માટે જરૂરી ઘટક છે. તેનો ઉપયોગ ઉત્તકોના નિર્માણ અને રિપેર માટે કરવામાં આવે છે. પ્રોટીન એન્ઝાઇમ અને હોર્મોનનું ઉત્પાદન કરવામાં પણ મદદ કરે છે. હાડકાં, માંસપેશીઓ, ત્વચા અને લોહીના વિકાસ માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે અને તે શરીરને પર્યાપ્ત માત્રામાં ઊર્જા પણ આપે છે.

પ્રોટીન હિમોગ્લોબિનને શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. તે આપણી તમામ કોશિકાઓને ઓક્સિજન પહોંચાડે છે. આ ઉપરાંત તે ખ‌િનજ અને વિટા‌િમનોને એ કોશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે, જેને તેની જરૂર હોય છે. શરીરમાં આ તમામ કાર્યો માટે આપણને રોજ પ્રોટીનની જરૂર હોય છે.

પાલક
પાલકને લીલાં શાકભાજીમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. પાલક પ્રોટીન અને એમિનો એસિડથી ભરપૂર હોય છે, તેનાથી તમને કુલ કેલરીના ૩૦ ટકા કેલરી મળે છે. પાલક સૌથી વધુ પ્રોટીનનો સ્રોત છે, તેમાં વિટા‌મિન-એ, વિટા‌મિન-કે અને વિટા‌મિન-સી જેવાં પોષકતત્ત્વો પણ હોય છે. પાલક ઇમ્યુનિટી વધારે છે.

બ્રુસેલ સ્પ્રાઉટ્સ
બ્રુસેલ સ્પ્રાઉટ્સ ફાઇબર અને પ્રોટીનની સાથે અનેક વિટા‌મિન અને ખ‌િનજથી ભરપૂર હોય છે, જે તમારા પેટને ભરેલું રાખે છે. બ્રુસેલ કેટલાય સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. તે બ્રેઇનને તેજ કરવામાં પણ મદદ કરે છે. કેન્સરને રોકવામાં પણ સહાયભૂત છે.

સ્વીટ કોર્ન
સ્વીટ કોર્ન આમ તો બધાંને પ્રિય હોય છે, તેમાં ફેટ બહુ ઓછી હોય છે. તે તમારી ડેઇલી પ્રોટીનની જરૂરિયાતને ૮થી ૯ ટકા પૂરી કરે છે. સ્વીટ કોર્નમાં થાયમિન, વિટા‌મિન-સી અને બી6, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે.

બ્રોકલી
બ્રોકલીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, તેમાં ફેટ અને કેલરી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે, તેનાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. જો તમે ફિટનેસ ફ્રીક હો તો બ્રોકલીનું સેવન કરો. બ્રોકલીમાં ફોલેટ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટા‌મિન-કે હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Green Vegetables Heath Tips પ્રોટીન લીલા શાકભાજી હેલ્થ ટિપ્સ Heath Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ