બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધો. 10 પાસ ઉમેદવારો માટે આવી સરકારી જૉબ, જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની અંતિમ તારીખ
Last Updated: 08:31 AM, 13 February 2025
ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક ભરતી (ઇન્ડિયા પોસ્ટ GDS) 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે. તે પછી 6 થી 8 માર્ચ 2025 દરમિયાન ઉમેદવારોને અરજી ફોર્મમાં સુધારા કરવાની તક આપવામાં આવશે.
ADVERTISEMENT
કુલ 21413 ખાલી જગ્યા
ગ્રામીણ ડાક સેવક ભરતી ઝુંબેશ દ્વારા પોસ્ટ ઓફિસની વિવિધ કચેરીઓમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABM) અથવા ડાક સેવકની જગ્યાઓ માટે કુલ 21413 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યવાર ખાલી જગ્યાઓ અંગેની માહિતી સૂચના તમને તેની વેબસાઇટ પરથી મળી રહેશે.
ADVERTISEMENT
10 પાસ કરી શકશે અરજી
પોસ્ટલ સેવક ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા 10મું ધોરણ (ગણિત અને અંગ્રેજી વિષયો સાથે) પાસ કરેલું હોવું જોઈએ. આથી જો તમે 10મું ધોરણ પાસ કર્યું હશે તો પણ તમે આ પોસ્ટ માટે ઉમેદવારી પત્ર ભરી શકો છો.
લોકલ ભાષા, કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી
ઉમેદવારે જે વિસ્તારમાંથી અરજી કરી રહ્યા છે તે વિસ્તારની સ્થાનિક ભાષાનો અભ્યાસ 10 મા ધોરણ સુધી કરેલો હોવો જોઈએ. પોસ્ટ મુજબ સ્થાનિક ભાષાની વિગતો અરજીપત્રમાં જોઈ શકાય છે. પોસ્ટમેનની જગ્યા માટે કોમ્પ્યુટરનું સારું જ્ઞાન હોવું જોઈએ અને સાયકલ ચલાવતા પણ આવડવું જોઈએ.
ધો.10ના મેરીટના આધારે થશે પસંદગી
આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, લાયક અરજદારોની પસંદગી સિસ્ટમ જનરેટ કરેલ મેરિટ યાદીના આધારે કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ ધોરણ10 માં મેળવેલા ગુણ અથવા ગ્રેડ પોઈન્ટના આધારે તૈયાર કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
અરજી માટેની વય મર્યાદા
ઇન્ડિયા પોસ્ટ GDS પોસ્ટ માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે. જોકે અનામત ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC ને 3 વર્ષ, PwD ને 10 વર્ષ, PwD+OBC ને 13 વર્ષ અને PwD+SC/ST/ST ઉમેદવારોને 15 વર્ષની છૂટ મળશે. આમ, 55 વર્ષની ઉંમર ધરાવતા PwD+SC/ST/ST ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
વધુ વાંચો: આજે કિસ ડે: આ રીતે તમારા પાર્ટનરને મોકલો પ્રેમભર્યા મેસેજ, વાંચતા જ દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જશે
કેટલો પગાર મળવાપાત્ર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.