બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જો તમને પણ રોજ દારૂ પીવાની છે આદત? તો સાવધાન! વધી શકે છે કેન્સરનો ખતરો
Last Updated: 01:48 PM, 7 November 2024
ભારત સહિત વિશ્વભરમાં કેન્સરના પેશન્ટ વધી રહ્યા છે, આથી તેના વિશે જાગૃતિ વધારવા અને તેના નિવારણ માટે દર વર્ષની 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. તો વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આજે અમે તમને કેન્સર દિવસ નિમિત્તે જણાવિશું કે આલ્કોહોલના સેવનથી કેન્સરનું જોખમ કેટલું વધે છે.
ADVERTISEMENT
અનેક રિસર્ચમાં તે સાબિત થયું છે કે દરરોજ આલ્કોહોલ પીવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. આલ્કોહોલનું સેવન મોં, ગળા, પેટ, લીવર અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે. તેનું વધુ પડતું સેવન કરવાથી આ અંગોમાં કેન્સર થઈ શકે છે.
ADVERTISEMENT
રિસર્ચ મુજબ જે લોકો દરરોજ આલ્કોહોલનું સેવન કરે છે તેઓમાં કેન્સરનું જોખમ 20% થી 50% વધી શકે છે. આ જોખમ વ્યક્તિ દરરોજ કેટલું દારૂ પીવે છે તેના પર પણ નિર્ભર કરે છે.
આલ્કોહોલમાં ઇથેનોલ સહિત અનેક એવા કેમિકલ્સ હોય છે જે શરીરમાં એસીટેલ્ડીહાઇડમાં રૂપાંતરિત થાય છે. આ એક કેન્સર જનક કેમિકલ છે, જે ત્વચાના કેન્સરનું કારણ પણ બની શકે છે.
મોટાભાગના લોકો તળેલા ફૂડ સાથે દારૂનું સેવન કરે છે. જે સ્નેક્સ પણ કહેવામાં આવે છે. આ બનેનું મિશ્રણ શરીરમાં કેન્સરનું જોખમ વધારે છે.
જે લોકો આલ્કોહોલ અને સિગારેટ બંનેનું સેવન કરે છે તેઓમાં કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. તેના સેવનથી મોં અને ગળાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. જો તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો તેને મર્યાદિત માત્રામાં પીવું જોઈએ. સાથે નિયમિતપણે તમારુ હેલ્થ ચેક અપ કરાવતા રહો, જેથી કેન્સર અને અન્ય રોગોનું સમયસર નિદાન કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.