બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:27 PM, 2 January 2023
ADVERTISEMENT
સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. 2 જાન્યુઆરી, 2023 ના રોજ સોનાની કિંમત બમ્પર તેજી સાથે 55,000 ના સ્તરને પાર કરી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેના ભાવ સતત વધી રહ્યા છે.
ગોલ્ડની કિંમતોમાં આવી જોરદાર તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.21 ટકાના વધારા સાથે 55,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આજે સોનાનો ભાવ 55,052 રૂપિયા પર ખુલ્યો હતો. ત્યાં જ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનું 54972 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું.
ADVERTISEMENT
ચાંદી પણ થયુ મોંઘુ
ચાંદીના રેટ્સની વાત કરીએ તો આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી 0.24 ટકાના વધારા સાથે 69580 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર ટ્રેન્ડ કરી રહી છે. આજે ચાંદી બજાર 69503 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર ખુલ્યું હતું. ત્યાં જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી 397 રૂપિયા ઘટીને 69,370 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
ગ્લોબલ માર્કેટમાં પણ છે તેજી
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. સોનાનો હાજર ભાવ આજે 0.19 ટકા તેજી સાથે 1,827.41 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. આ સિવાય ચાંદીનો ભાવ 0.02 ટકા વધીને 23.96 ડોલર પ્રતિ ઔંસ પર છે.
62,000 રૂપિયા થઈ જશે સોનાની કિંમત
બજારના નિષ્ણાંતોના મતે વર્ષ 2022માં સોનાએ રોકાણકારોને 22 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે ચાંદીએ 11 ટકાથી વધુ વળતર આપ્યું છે. ત્યાં જ નવા વર્ષમાં એટલે કે 2023 માં સોનું 56,200 રૂપિયાના સ્તરને પાર કરી શકે છે અને બજારમાં 62,000 રૂપિયાની નવી રેકોર્ડ સપાટી બનાવી શકે છે. આ સિવાય ચાંદીની કિંમત 90,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT