If what CM Rupani said today happened in 2022, will this record of the Congress be broken?
સર્વત્ર ભાજપ! /
CM રૂપાણી આજે જે બોલ્યાં તે 2022માં થયું તો શું કોંગ્રેસનો આ રેકોર્ડ તૂટશે?
Team VTV08:37 PM, 02 Mar 21
| Updated: 09:50 PM, 02 Mar 21
ભાજપના દરેક નેતા અને કાર્યકર્તાની સાથે..સાથે ગુજરાતીઓના મુખે ગીત કેસરિયો રંગ.. રણકી રહ્યું છે.
ભાજપના લોકસમર્થનની ચરમસીમા
ગુજરાતનાં સત્તાકારણમાં કોંગ્રેસ જડમૂળથી સાફ
2022માં માધવસિંહનો રેકોર્ડ તોડવાની તૈયારી
ભાજપની આજની જીત બાદ ગુજરાતી ગીત કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા.. કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ.. યાદ આવી રહ્યું છે. પરંતુ આજે આ ગીત ગુજરાત ભાજપના દરેક નેતા અને કાર્યકર્તાની સાથે..સાથે ગુજરાતીઓના મુખે રણકી રહ્યું છે. કારણ કે, શહેરથી માંડી ગામડા સુધીના લોકોને કેસરિયો રંગ લાગ્યો છે. લોકોએ ખોબલેને ખોબલે ભાજપને મત આપ્યા છે.
ભાજપ દ્વારા તમામ 31 જિલ્લા પંચાયતમાં જીત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સમગ્ર તારણ કાઢીએ તો, આ વર્ષે ભાજપે તમામે તમામ 31 જિલ્લા પંચાયતો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના હાથ ખાલી રહી ગયા છે. બીજી તરફ તાલુકા પંચાયતોમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસ તાલુકા પંચાયતો જીતી શકી પૂરતી નથી.
બીજી તરફ મહાનગરપાલિકાઓમાં તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપે કબજે કરી છે. જ્યારે નગરપાલિકાઓના પરિણામ પર નજર કરીએ તો, 81 નગરપાલિકાઓમાંથી 77 પર ભાજપની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર 4 નગરપાલિકાઓ આવી છે. એકંદરે એવું કહી શકાય કે, કોંગ્રેસ પતન તરફ પ્રયાણ કરી ચૂકી છે. જોકે કોંગ્રેસના આ હાલ પાછળ પણ ભાજપની રણનીતિ.. અને કામ કરવાની માળખાગત સુજબૂજને કારણ માનવામાં આવે છે.
જો આવું જ રહ્યું તો કોંગ્રેસનો આ રેકોર્ડ પણ ભાજપ તોડશે?
મહત્વનું છે કે, કોંગ્રેસનો જ્યારે ગુજરાતમાં દબદબો હતો. ત્યારે માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકો સાથે ભવ્ય વિજય અપાવ્યો હતો. તે સમયે 1985માં અનામત આંદોલન પછી માધવસિંહે રાજીનામું આપી દીધું હતું. એ પછીની ચૂંટણીમાં માધવસિંહ 55.55 ટકા વોટ મેળવીને કોંગ્રેસને વિજય અપાવ્યો હતો.
ભાજપની આજની પ્રચંડ જીત જોતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરનું અંતર વધી રહ્યું છે જેના કારણે આગામી સમયમાં 2022માં ભાજપને વિધાનસભામાં 150નો મેજિક ફિગર પાર કરાવી દે તો નવાઈ નહીં. મહત્વનું છે કે આજે જીત બાદ CM રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ આજે જે પરિણામો આપ્યાં છે તેનાથી 2022 વિધાનસભા ચૂંટણીનો પાયો નંખાઈ ગયો છે. આવામાં ભાજપનો જુસ્સો હજુ વધે અને 150નો ફિગર પાર કરે તો કોંગ્રેસનો આ રેકોર્ડ તૂટી શકે છે.
ગુજરાત હવે વિપક્ષ વિહોણું બન્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એમ કહી શકાય કે હવે ગુજરાતના રાજકારણમાં વિપક્ષ હવે રહ્યો નથી. મહાપાલિકા અને ત્યાર બાદ જિલ્લા-તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા બાદ રાજ્યમાં ભાજપની સામે કોઈ પક્ષ મજબૂતાઈ રીતે ઊભો રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે CM રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ એવા પરિણામો આપ્યાં છે કે જેનાથી કોંગ્રેસ સત્તામાં તો શું વિપક્ષને બેસવા પણ લાયક રહી નથી.
કેમ મોંઘવારી કે, પેટ્રોલના મુદ્દાઓ કોંગ્રેસના કામ નથી આવતા?
સિક્કાની બીજી તરફ જોવામાં આવે તો, હાલ મોંઘવારીનો હાહાકાર છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. છતાં લોકોએ ભાજને જ કેમ મત આપ્યા? ત્યારે તમારા આ સવાલના જવાબનું વિશ્લેષણ કરીએ તો, ભાજપની જીતનું સૌથી મોટું કારણ કે, સંગઠનની મજબૂતી અને માળખાગત રીતે કામગીરી. ગામડા સુધી પેજપ્રમુખો દ્વારા પોતાની એક-એક વાત પહોંચાડી. કોરોનાની મહામારી સમયે કોરોનાને પ્રસરતો અટકાવવા કડક પગલા ભર્યા.
મહામારીના માહોલમાં સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપમાં એન્ટ્રી થઈ. સી.આર.પાટીલના આવ્યા બાદ તેમણે સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર અને મધ્યથી માંડી દક્ષિણમાં સંગઠનને ગામડા લેવલે મજબૂત કર્યું. ચૂંટણીમાં આસરે 80 ટકા નવા ચહેરાઓને પ્રજાની સેવા કરવાની તક આપી. 60 વર્ષથી વધુની ઉમરના અને 3 ટમ જીતેલા ઉમેદવારોને ટિકિટ ન અપાઈ. શહેરથી માંડી ગામડા સુધી વિકાના મુદ્દા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા.
કોંગ્રેસ કોર્ટ-કચેરી અટવાઈ જ્યારે ભાજપના દરેક નેતાઓએ ગામડા સુધી જઈ લોકોનો અવાજ અને તેમના મુદ્દા સાંભળ્યા છે. આવા અનેક મુદ્દાઓલઈને ભાજપના દરેક નેતા અને સંગઠનનો નાનામાં નાનો વ્યિક્ત લોકો સુધી પહોંચ્યો. લોકોમાં કોંગ્રેસ પ્રત્યે પહેલા જ રોષ છે. તેવામાં આ આક્રોષને ભાજપે પોતાનું હથિયાર બનાવ્યો. અને ગુજરતમાં કેસરિયો લહેરાયો. આ કેસરિયો આગામી 2022નું ટ્રેલર માનવામાં આવે છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ કેસરિયો રંગ 2022માં કેવા રંગ વરસાવે છે.