If using this company's SIM card change quickly, in case the company is about to close
ટેલિકોમ /
જો આ કંપનીનું સિમકાર્ડ વાપરતાં હો તો ઝડપથી બદલી દેજો, કંપની બંધ થવાની તૈયારીમાં
Team VTV05:05 PM, 06 Feb 20
| Updated: 05:17 PM, 06 Feb 20
ભારતમાં બિઝનેસ કરનાર યુકેની ટેલિકોમ કંપની વોડાફોન ગ્રૂપે જણાવ્યું છે કે વોડાફોન-આઇડિયાની સ્થિતિ ચિંતાજનક છે અને કંપની હાલ આઇસીયુમાં છે. વોડાફોન ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ આદિત્ય બિરલા ગ્રૂપની આઇડિયા સાથે મળીને કરી રહી છે.
૧૫ ટેલિકોમ કંપનીઓ પર રૂ.૧.૪૭ કરોડ બાકી લેણાં નીકળે છે
એરટેલને ત્રણ મહિનામાં રૂ.૧,૦૩૫ કરોડની કોન્સોલિડેટેડ નેટ લોસ થઇ છે
આઈડિયા વોડાફોન પણ ખાડામાં
વોડાફોન ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ આદિત્ય બિરલા ગ્રૂપની આઇડિયા સાથે મળીને કરી રહી છે.ડિસેમ્બર ક્વાર્ટરનાં પરિણામો ઇશ્યૂ કરતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં દેશની સુપ્રીમ કોર્ટે એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એડીઆર)ને લઇને જે ચુકાદો આપ્યો છે તે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે અનુકૂળ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વોડાફોન-આઇડિયાને લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુઝર્સ ચાર્જ, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી તરીકે રૂ. ૫૩,૦૦૦ કરોડની રકમ ટેલિકોમ વિભાગને ચૂકવવાની છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વોડાફોન-આઇડિયા સહિત ૧૫ ટેલિકોમ કંપનીઓ પર રૂ.૧.૪૭ કરોડ બાકી લેણાં નીકળે છે. આ રકમ ૨૪ જાન્યુઆરી સુધીમાં ચૂકવવાની હતી, પરંતુ હવે વોડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓએ બાકી રકમ ચૂકવવા વધુ સમય માગ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરી છે, જેની સુનાવણી આગામી સપ્તાહે થઇ શકે છે. દરમિયાન એરટેલને ત્રણ મહિનામાં રૂ.૧,૦૩૫ કરોડની કોન્સોલિડેટેડ નેટ લોસ થઇ છે.