if trains late more than 3 hour, passengers will get full refund
આવું જ જોઈએ /
ટ્રેન લેટ થાય તો લઈ શકશો પૂરુ રિફંડ, જમવા કે નાસ્તાની પણ સુવિધા, આવી રીતે ઉઠાવો સુવિધા
Team VTV08:19 PM, 04 Jan 23
| Updated: 08:26 PM, 04 Jan 23
ટ્રેન લેટ થવી સામાન્ય ઘટના છે પરંતુ હવે ટ્રેન લેટના કિસ્સામાં પ્રવાસીઓ પુરુ રિફંડ લઈ શકે છે.
3 કલાકથી વધુ ટ્રેન લેટ પડવાના કિસ્સામાં યાત્રીઓને મળી શકે પુરુ રિફંડ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી માહિતી
સાથે મળશે જમવાનું અને નાસ્તો પણ
જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારી પાસે ટ્રેનની ટિકિટ છે, તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવાસ કરનારાઓ માટે મોટી માહિતી આપી છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે ટ્રેન મોડી પડે છે અને આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ થાય તો પણ પૈસા કપાઈ જાય છે... તો હવેથી આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરાવવા પર તમને સંપૂર્ણ રિફંડ મળશે. શિયાળાની ઋતુમાં ઘણી વખત ધુમ્મસના કારણે કલાકો સુધી ટ્રેનો મોડી ચાલે છે, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવેથી રેલવે આવી સ્થિતિમાં તમને ઘણી સુવિધાઓ મફતમાં આપે છે.
3 કલાકથી ટ્રેન મોડી પડે તો પૂરુ રિફંડ
રેલવેએ કહ્યું છે કે જો ધુમ્મસના કારણે તમારી ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી પડે તો મુસાફરો ટિકિટ કેન્સલ કરાવીને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. આ સ્થિતિમાં આરએસી ટિકિટ પર કન્ફર્મ ટિકિટ ઉપરાંત સંપૂર્ણ રિફંડ પણ આપવામાં આવશે.
મફતમાં મળશે ખાવા-પીવાનું
ભારતીય રેલવેએ કહ્યું છે કે તમે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી છે કે ઓનલાઇન. બંને કિસ્સામાં, તમને સંપૂર્ણ પૈસા પાછા મળશે. આ સાથે જો તમારી ટ્રેન મોડી હોય તો તમને જમવાની અને નાસ્તાની સુવિધા પણ મફત મળે છે, પરંતુ આ સુવિધા તમને અમુક ટ્રેનોમાં જ મળશે.
કેવી રીતે મળશે રિફંડના પૈસા
જો તમે કાઉન્ટર પરથી રોકડ દ્વારા ટિકિટ લીધી છે, તો આવી સ્થિતિમાં તમને તરત જ રોકડ પરત મળી જશે. આ સાથે જો તમે કાઉન્ટર પરથી ટિકિટ બનાવી છે અને ડિજિટલ મોડમાં પેમેન્ટ કર્યું છે તો તમને ઓનલાઇન પૈસા પાછા મળી જશે.