- શનિના પ્રકોપના સંકેત જાણો
- તેનાથી બચવાના ઉપાયો અપનાવો
- શનિ રાજાને રંક બનાવી શકે છે
જ્યારે પણ શનિનો પ્રકોપ કોઇ વ્યક્તિ પર પડે છે ત્યારે તેના જીવનમાં અણધાર્યા બદલાવ થવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેનાથી બચવાના કેટલાક ઉપાય અને સંકેત પણ કહેવામાં આવ્યા છે.
- કહેવામાં આવે છે કે શતિદેવ રૂઠે છે ત્યારે માથાનો રંગ કાળો પડવા લાગે છે. વાળ ખરવા લાગે છે અને ટાલ પડી જાય છે. જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યુ છે તો સાવધાન થઇ જજો.
- શનિનો પ્રકોપ પડે છે ત્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. તે અનૈતિક ચીજો તરફ આકર્ષાય છે. શૅર અને સટ્ટામાં પૈસા લગાવવા લાગે છે.
- શનિના પ્રકોપથી નોકરીમાં પ્રદર્શન પર અસર પડે છે. વ્યવસ્થિત કામ બગડવા લાગે છે. માનસિક તણાવ વધવા લાગે છે.
- શનિનો પ્રકોપ જો તમારા પર છે તો તમને ખુબ ગુસ્સો આવશે. વાત વાત પર લોકો સાથે ઝઘડો થઇ જાય અને જુઠ્ઠુ બોલવાની આદત પડ જાય છે. માંસ-મદિરાથી દુર રહેનાર વ્યક્તિ પણ તેની આદતે ચડી જાય છે.
આ ઉપાય કામ લાગશે
જો તમારી સાથે પણ આવુ કંઇ થઇ રહ્યુ છે તો આ ઉપાય અપનાવો અને કુંડળી બતાવીને કન્ફર્મ કરો કે આ બધી વસ્તુઓ શનિ પ્રકોપથી થઇ રહી છે કે નહી.
- સરસવનુ તેલ અર્પિત કરો, શનિવારના દિવસે પીપળા નીચે સરસવના તેલનો દિવો કરો
- હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો અને કાળા કુતરાને તેલથી બનેલો પરોઠો ખવડાવો
- જરૂરીયાતમંદ લોકોને શનિવારના દિવસે કાળા કપડા, કાળા તલ અને કાળી દાળ દાનમાં આપો.
- દુઃખી લોકો અને વૃદ્ધોને હેરાન ન કરવા અને જુઠ્ઠુ ન બોલવું.