બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 01:21 PM, 2 February 2022
ADVERTISEMENT
સારો આહાર ખાશો તો શરીર તંદુરસ્ત રહેશે. જો કે શરીરના દરેક અંગો સ્વસ્થ રહે તે જરુરી છે તેમાં પણ ખાસ છે કિડની, જો કિડની સ્વસ્થ હશે તો તમારુ શરીર સ્વસ્થ જ હશે. કારણ કે કિડનીએ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરે છે અને શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે. મળ અને પેશાબ દ્વારા અશુદ્ધ તત્વોને દૂર કરે છે. જો કે પથરીની સમસ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પણ કિડનીમાં પથરી હોવાનું ખબર કેવી રીતે પડે,? જો કિડનીમાં કોઇ સમસ્યા હોય તો શરીરમાં કેવા લક્ષણો દેખાય, આવો જાણીએ.
કેમ થાય છે કિડની ?
ADVERTISEMENT
ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે કિડની પર અસર થાય છે. જેના કારણે કિડની સંબંધિત અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. કિડની સ્ટોન પણ તેમાંથી એક છે. ડોક્ટરોના મતે કિડનીમાં પથરી થવાનું કારણ કેલ્શિયમ, સોડિયમ અને અન્ય મિનરલ્સનું એક સાથે એક્સપોઝર છે. મોટાભાગના લોકો કિડનીની પથરીના લક્ષણોને ઓળખતા નથી અને તેને ગેસ અથવા પાચન તરીકે અવગણે છે. પરંતુ આ લક્ષણ જાણવા જરુરી છે.
જો આ લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન
કિડની સ્ટોનના લક્ષણોને આ રીતે ઓળખો
કિડનીમાં પથરીના દુઃખાવાથી આ રીતે મેળવો રાહત
તુલસી
તુલસીના પાનનું રોજ સેવન કરવાથી કિડનીની પથરીનો દુઃખાવો ઓછો થાય છે. જો તમે ઈચ્છો તો તેનો ઉકાળો બનાવીને પી શકો છો.
પથ્થરતોડ પાન
પથરીની સમસ્યાને દૂર કરવા પથ્થર તોડ પાન અસરકારક છે..તે સ્વાદમાં ખારા અને ખાટ્ટા હોય છે. રોજે સવારે ખાલી પેટે હૂંફાળા પાણી સાથે ચાવીને ખાવામાં આવે તો પથરીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
ડુંગળી
જો તમને કિડનીમાં પથરી હોય તો તમારે ડુંગળીનું સેવન કરવું જોઈએ. આ માટે તમે ડુંગળીનો રસ બનાવીને પી શકો છો. જો તમે ઈચ્છો તો ડુંગળી કાચી પણ ખાઈ શકો છો.
આંબળા
આંબળાનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.