બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પુરુષોમાં આ 7 લક્ષણો દેખાય તો સમજી જવાનું કે કેન્સર થયું છે, ન કરતાં અવગણના

સ્વાસ્થ્ય / પુરુષોમાં આ 7 લક્ષણો દેખાય તો સમજી જવાનું કે કેન્સર થયું છે, ન કરતાં અવગણના

Last Updated: 07:21 PM, 2 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં પુરૂષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધ્યું છે. તે ધીરે ધીરે શરીરમાં વધતું હોવાથી તેને સમયસર ઓળખી શકાતુ નથી. બ્રિટનની એક ટીમે પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર પર એક અભ્યાસ કરીને કેટલાક પ્રારંભિક સંકેતો વિશે જણાવ્યું છે.

કેન્સર એક એવી બીમારી છે જેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ તેની સમયસર સારવાર કરાવીને જોખમ ઘટાડી શકાય છે. અત્યારે યુવાન પુરુષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી ગયું છે. આ એક સાયલન્ટ કેન્સર છે, જે શરીરમાં ધીરે ધીરે વધે છે. જેથી તેના લક્ષણોને શરૂઆતમાં સમજવા મુશ્કેલ હોય છે નહીં તો તે ધીમે ધીમે અન્ય અંગોમાં પણ ફેલાઈ જાય છે. બ્રિટનની એક ટીમે પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર પર એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે, 2માંથી 1 પુરૂષને તેના જીવનકાળમાં કેન્સર થવાની શક્યતા હોય છે. તો 3 માંથી 1 મહિલાને કેન્સરનું જોખમ હોય છે. આ સંશોધનમાં પ્રોસ્ટેટ કેન્સરના કેટલાક પ્રારંભિક સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે.

  • શું કહે છે રિપોર્ટ?
    આ રિસર્ચ કેન્સર રિસર્ચ યુકે દ્વારા કરવામાં આવ્યું હતું. રિસર્ચ મુજબ પુરુષોમાં પ્રોસ્ટેટ, ફેફસાં, આંતરડા, મેલેનોમા ત્વચા કેન્સર અને માથા અને ગરદનનું કેન્સર જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ 2022થી પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં વધારો થયો છે, જે એક ચોથાઈથી વધીને 54,732 થઈ ગયા છે. પરંતુ તેજ વર્ષમાં આ કેન્સરનું નિદાન થયેલા પુરુષોની સંખ્યામાં પણ વધારો થયો છે. રિસર્ચ ટીમના જણાવ્યા મુજબ જો પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક લક્ષણો સમજી લેવામાં આવે તો નિદાનનો આંકડા હજુ પણ વધી શકે છે.
  • પ્રોસ્ટેટ કેન્સરના સંકેત
  • પેશાબ
    પેશાબ કરવામાં મુશ્કેલી, પેશાબનો પ્રવાહ ઓછો થવો અથવા પેશાબમાં લોહીની સાથે વારંવાર પેશાબ થવો.
  • રાત્રે પેશાબ
    રાત્રે વારંવાર ઉઠીને પેશાબ કરવો, જેને નોક્ટ્યુરિયા કહે છે. આ સંકેત દ્વારા પણ પ્રોસ્ટેટ કેન્સરને સમજી શકાય છે.
PROMOTIONAL 9
  • દુખાવો અથવા બળતરા
    પુરુષોને પેશાબ કરતી વખતે પીડા અથવા બળતરા અનુભવી શકે છે.
  • નબળાઈ અથવા થાક
    પૂરતી ઊંઘ અને આરામ કર્યા બાદ પણ સતત થાક, નબળાઈ કે ભૂખ લાગતી નથી. તેને પણ કેન્સરનો સંકેત માનવામાં આવે છે.
  • પીઠનો દુખાવો
    જો તમને કોઈ કારણ વગર પીઠમાં અસામાન્ય દુખાવો થાય છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ દુખાવો કેન્સર હાડકામાં ફેલાઈ જવાનું સૂચવે છે.
  • ગાંઠ બનવી
    શરીર પર ગમે તે જગ્યાએ અસામાન્ય ગાંઠ દેખાય તે પણ ચિંતાનો વિષય છે. પુરુષોએ ટેસ્ટિક્યુલર એન્લાર્જમેન્ટ પર ધ્યાન દોરવું જોઈએ કેમ કે તે કેન્સરની નિશાની હોઈ શકે છે.

વધુ વાંચો : લિવર ડેમેજ સહિત અનેક બીમારીમાં રામબાણ ઈલાજ, દરરોજના ડાયેટમાં સામેલ કરો 5 ફૂડ

પેટમાં દુખાવો અને અપચો
તળેલો ખોરાક ખાધા બાદ પેટમાં દુખાવો થવો સામાન્ય છે પરંતુ પેટના ઉપરના ભાગમાં હંમેશા દુખાવો થવો સામાન્ય નથી. સાથે વધુ પડતો ખોરાક લેવો એ પણ પેટના કેન્સરની નિશાની હોઈ શકે છે. આ સિવાય વારંવાર વજન ઘટવું અને વગર કારણે ઉધરસ પણ પુરુષોમાં કેન્સરના સંકેત હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Prostate Cancer Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ