બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:21 PM, 12 January 2023
ADVERTISEMENT
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે RBI દ્વારા જાહેર કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ મેસેજમાં લખેલું છે કે RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નોટ પર કંઈ પણ લખાણ કરેલું હશે તો તે નોટ લિગલ ટેન્ડર નહીં રહે. એટલે કે કાયદાકીય રીતે તે નોટને સ્વીકાર કરવામાં આવશે નહીં. તો શું આવાત સાચી છે? આવો જાણીએ...
નોટ પર કંઈ લખેલું હોય તો એવી નોટ આપણે લેવી જોઈએ કે નહીં?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ આપણને એવી નોટ આપે જેના પર કંઈક લખેલું હોય તો તે નોટ આપણે સ્વીકારવી જોઈએ કે નહીં? તેનો જવાબ આપણી સરકાર એટલે કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્રૂરોએ જ આપ્યો છે કે આવો કોઈ કાયદો છે નથી.
ADVERTISEMENT
જો નોટ પર નાની એવી અમુક વસ્તુઓ લખેલી હશે તો તે લિગલ ટેન્ડર જ રહેશે અને તે નોટ ચલણમાં જ રહેશે. પરંતુ જો નોટ પણ એવી કોઈ વસ્તુઓ લખેવી હોય જે 'ઈનવેલિડ' એટલે કે અમાન્ય હોય તો તે નોટ સ્વીકારવામાં આવતી નથી. તે ઈનવેલિડ વસ્તુઓ કઈ હોઈ શકે હવે તેના વિશે જાણીએ...
નોટ પર શું લખેલું ન હોવું જોઈએ?
RBIની વેબસાઈટ પર 1 જુલાઈ 2020માં એક માસ્ટર સર્કુલર જાહેર કરવામાં આવ્યું હતું જેના આઠમાં પોઈન્ટમાં તેમણે લખેલું છે કે કોઈ પણ નોટ પર કોઈ પણ વસ્તુ લખેલી હોય તો તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી શકાય.
પહેલા બે પોઈન્ટ્સની વાત કરીએ તો કોઈ પણ નોટ પર એવું કંઈ લખ્યુ છે જેનાથી કોઈ પણ પોલિટીકલ વ્યક્તિ કે પાર્ટીને ફાયદો થઈ શકે. અથવા તો કોઈ ધર્મને લઈને કંઈ મેસેજ લખેલો હોય જેનાથી કોઈ ધર્મનું અપમાન થઈ શકે અથવા તો લોકોમાં શાંતિનો ભંગ થઈ શકે તો આવી બે પ્રકારની નોટો લિગલ ટેન્ડર ગણવામાં નહીં આવે અને તે ફક્ત કાગળનો ટુકડો બનીને રહી શકે છે.
બેન્ક તેને સ્વીકારવાનો ઈનકાર પણ કરી શકે. RBIએ જાહેર કરેલા નોટ રિફંડ્સ રૂલ્સ 2009ના પોઈન્ટ નંબર-3માં આ વાત જણાવવામાં આવી છે. પરંતુ આ નિર્ણય બેંકનો રહેશે કે આવી નોટ સ્વીકારવી કે નહીં.
આ ઉપરાંત કોઈ પણ નોટ પર સામાન્ય લખાણ હોય અથવા તો કોઈ પણ કલરનો ડાધો લાગ્યો છે તો આવી નોટ તો લિગલ ટેન્ડર રહે જ છે. આવી નોટ જો આપણે બેંકમાં ડિપોઝિટ કે એક્સચેન્જ કરવા જઈએ તો બેંકે તેને ડિપોઝિટ કે એક્સચેન્જ કરી આપવી પડે છે.
આવી નોટ બેંક પાસે જાય ત્યારે બેંક તેનું શું કરે છે?
જો આવા કોઈ લખાણ કે ડાઘા વાળી નોટ જો બેંક પાસે જાયને તો બેંક તેને ફરી ઈશ્યુ નથી કરતી. આવી નોટ્સને બેંક કરન્સી ચેસ્ટમાં મુકે છે. જે ચેસ્ટ બેંક RBIને સોંપે છે અને RBI આવી નોટને સર્ક્યુલેશનમાંથી કાઢી નાખે છે.
પરંતુ એક વાત જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે નોટ પર કોઈ પણ પ્રકારનું લખાણ ન કરવું. જેટલી નોટ ચોખ્ખી રહેશે તેટલી RBI પાસે નોટ ઓછી જશે અને તેમને નવી નોટ પ્રિન્ટ કરવાનો ખર્ચો બચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT