If there is no fastag, this procedure will be done with you just one km before the toll booth on the highway
આદેશ /
Fastag નહીં હોય તો હાઇવે પર ટોલ બુથના એક કિમી પહેલાં જ તમારી સાથે કરાશે આ કાર્યવાહી
Team VTV11:13 AM, 26 Dec 20
| Updated: 11:18 AM, 26 Dec 20
1 જાન્યુઆરીથી હાઇવે પર ક્યાંય જવું હશે તો ફાસ્ટેગ લગાવી જ લેજો. 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગે દરેક ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરી દેવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ આગ્રાની આસપાસના દરેક ટોલ પ્લાઝાની એક જાન્યુઆરીથી કેશલેન બંધ કરી દેવાનો આદેશ જાહેર કર્યો છે.
સરકારે એક જાન્યુઆરીથી કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ફાસ્ટેગ વગરના વાહનોને ટોલ પ્લાઝા પર રોકડ રકમથી ચલાવી લેવામાં આવતું હતું પરંતુ હવે તેવું નહી થાય. NHAIએ પરિયોજના પ્રબંધક અરુણ યાદવે જણાવ્યું કે એક જાન્યુઆરીથી રોકડ રકમથી ટોલ નહી આપી શકે.
ફાસ્ટેગ વગરના વાહનોને રોકી દેવામાં આવશે. ટોલ પ્રબંધન દ્વારા બનાવવામા આવેલ સ્ટોલ પર બે ગણી કિંમત આપીને ફાસ્ટેગ ખરીદવું પડશે. જે બાદ જ તમે ટોલ પ્લાઝા ક્રોસ કરી શકશો.
20 ટકા ફાસ્ટેગ વગરના વાહન
આગ્રામાં 80 ટકા વાહનો ફાસ્ટેગ સાથે જ્યારે 20 ટકા ફાસ્ટેગ વગરના વાહનો છે. ત્યાં લાઉડ સ્પીકર લગાવીને ફાસ્ટેગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કોરઇ ટોલ પ્લાઝાના પ્રબંધકે કહ્યું કે, ફાસ્ટેગ માટે તેમણે ટોલ પ્લાઝા પર પાંચ બૂથ બનાવ્યા છે. જ્યાંથી ફાસ્ટેગ બનાવી આપવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (MoRTH) ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર FASTags લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે તમારી કાર અથવા મોટા વાહનોને FASTag લીધા વિના 1 જાન્યુઆરીથી નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર પહોંચશો, તો તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
શું છે ફાસ્ટેગ
ફાસ્ટેગ એક સ્ટીકર હોય છે જે વાહનોના વિંડ સ્ક્રીન પર લગાવાય છે. ટોલ પર ક્રોસિંગ સમયે ડિવાઈસ રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેસન ટેક્નોલોજીની મદદથી ટોલ પ્લાઝા પરના સ્કેનરથી કનેક્ટ થાય છે અને પછી ફાસ્ટેગ સાથે જોડાયેલા એકાઉન્ટથી રૂપિયા કપાઈ જાય છે. જેનાથી ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર રહેતી નથી.
ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ
NHAI ટોલ પર તમામ બેંકથી તમે ફાસ્ટેગ ખરીદી સકો છો. આ સિવાય તમે પેટીએમ, અમેઝન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મનો પણ યૂઝ કરી શકો છો. તેને યૂપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પણ રીચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક ખાતાથી લિંક હોય છે તો રૂપિયા સીધા ખાતામાંથી કાપી લેવામાં આવે છે.
FASTag ખોવાઈ જાય, ડેમેજ થાય કે ફાટી જાય તો શું કરશો
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આધારે એક વાહન માટે ફક્ત એક ફાસ્ટેગ મળે છે. જો તે ડેમેજ થાય તો તમે તેને સરળતાથી બદલી શકો છો. એક ગાડી માટે એક જ ફાસ્ટેગ મળે છે. તેમાં વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ટેગ આઈડી સહિત અનેક ડિટેલ્સ સામેલ હોય છે. જૂની ડિટેલ આપીને ફરીથી તમે તેને ઈશ્યૂ કરાવી શકો છો.
ફરીથી કેવી રીતે FASTag બનાવી શકાશે
જો તમારું ફાસ્ટેગ કામ નથી કરી રહ્યું કો તમે ઘરે બેસીને ફરીથી નવું FASTag બનાવી શકો છો. આ માટે તમારે તમારા પેટીએમની મદદથી નવું ફાસ્ટેગ બનાવવાનું રહે છે. જેના માટે 100 રૂપિયાનો ચાર્જ લેવાય છે. તમે એપની મદદથી ગાડીની RC અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપીને ફરીથી FASTag મંગાવી શકો છો.
FASTag રાખેલી કેશની વેલિડીટી ક્યાં સુધી હોય છે.
ફાસ્ટેગમાં રાખેલા કેશની વેલિડિટી અનલિમિટેડ હોય છે. ક્યારેય પણ તેને ચેન્જ કરવું પડે તો તમારા રૂપિયા નવા FASTagમાં ટ્રાન્સફર થઈ જાય છે. માય FASTag એપ કે નેટબેંકિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, યૂપીઆઈ, પેટીએમ અને અન્ય લોકપ્રિય સુવિધાથી તમે તેને રીચાર્જ કરી શકો છો. આ એપ્સની મદદથી ફાસ્ટેગ બદલી શકાય છે.
ફાસ્ટેગ ખોવાઈ જાય તો તેના રૂપિયાનું શું થશે
ગાડી ચોરી થાય તો બેંકની હેલ્પલાઈન પર ફોન કરીને FASTagને બ્લોક કરાવી શકાય છે. ગાડીના કાચ તૂટે તો ફાસ્ટેગ ખરાબ થાય છે. આ સમયે તેને ગમે ત્યારે બદલી શકો છો. તમે પોતે બેંક કે અન્ય ફાસ્ટેગ સેન્ટરમાં જઈને પોતાની ગાડીની આરસી અને દસ્તાવેજ દેખાડીને ફરીથી નવું ફાસ્ટેગ લઈ શકો છો. આ માટે કોઈ ચાર્જ હોતો નથી.