ગીર સોમનાથ ના વેરાવળ તાલુકાના આજોઠા ગામે એક અનોખી સરકારી સ્કૂલ આવેલી છે.આ સ્કૂલ ઝાકમઝોળ વાળી ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે.આ સ્કૂલમાં શિક્ષણનું સ્તર તો બેનમૂન છે.
વેરાવળ તાલુકાના આજોઠા ગામે એક અનોખી સરકારી સ્કૂલ
સ્કૂલ ઝાકમઝોળ વાળી ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે
કન્યા પ્રાથમિક શાળાએ શિક્ષણની સાથે સાથે નવતર અભિગમ અપનાવ્યો
ગીર સોમનાથ ના વેરાવળ તાલુકાના આજોઠા ગામે એક અનોખી સરકારી સ્કૂલ આવેલી છે.આ સ્કૂલ ઝાકમઝોળ વાળી ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે.આ સ્કૂલમાં શિક્ષણનું સ્તર તો બેનમૂન છે.આ સિવાયની પ્રવૃત્તિ પણ વિદ્યાર્થીઓને આગળ આવવામાં ખૂબ ઉપયોગી છે.સૌથી વધુ ધ્યાન આકર્ષક છે શાળાની બચત બેંક.
વેરાવળના આજોઠામાં આવેલી કન્યા પ્રાથમિક શાળાએ શિક્ષણની સાથે સાથે નવતર અભિગમ અપનાવ્યો છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓના સ્ટેશનરી ખર્ચ અને આગળ અભ્યાસ માટે બચત બેંક કાર્યરત છે.આ બેંકમાં છાત્રો સપ્તાહમાં એક દિવસ ઓછામાં ઓછા રૂપિયા 10 તેના ખાતામાં જમા કરાવે છે.શાળામાં પ્રવાસ પર્યટન થતો હોય છે. ત્યારે ઘણા બાળકોને પ્રવાસમાં જવું હોય પણ વાલીઓ ફી ભરવા સક્ષમ ન હોય ત્યારે શાળાના સ્ટાફને વિચાર આવ્યો કે શાળામાં જ બાળકો માટે બચત બેંકની યોજના શરૂ કરી તો બાળકો તેના સ્ટેશનરી ખર્ચ, પ્રવાસ પર્યટન અને આગળ અભ્યાસ માટે બચત કરેલ રકમનો ઉપયોગ કરી શકે છે.શાળાના બાળકોએ અહીંની બચત બેંકમાં જમા કરાવેલી રકમનું સાદું વ્યાજ પણ બાળકોના ખાતામાં જમા થાય છે.આ શાળામાં ધોરણ 1 થી 8 માં 229 છાત્રો અભ્યાસ કરે છે.જે પૈકી બચત બેંક યોજનામાં શાળામાં 157 ખાતા છે. જે વિદ્યાર્થીઓના યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા છે.
બાળકોઓ સ્કૂલમાં જ બનાવી બચત બેંક
વિદ્યાર્થીઓએ જમા કરાવેલા પૈસા શાળાના બેંકના ખાતામાં જમા કરાવાય છે
તેમાં બાળકોએ એક અઠવાડિયામાં ઓછામાં ઓછા રૂપિયા 10 અને વધુમાં વધુ વાલી તરફથી બાળકો જે રકમ આપવામાં આવે તે જમા કરાવી શકે છે. તેના માટે શાળાએ સપ્તાહનો એક વાર નક્કી કર્યો છે. અહીં મંગળવારે છાત્રો બચત બેંકની બુક લઈ આવે છે. જેટલા રૂપિયા જમા કરાવવા માંગતા હોય તે તેના બચત ખાતામાં જમા કરાવે છે. શાળા દ્વારા તેની બુકમાં નોંધ થાય છે. મંગળવારે વિદ્યાર્થીઓએ જમા કરાવેલા પૈસા શાળાના બેંકના ખાતામાં જમા કરાઇ છે. એપ્રિલથી માર્ચ સુધી જેટલી રકમ થઈ હોય તેનું એક વર્ષ માટે એફ.ડી.માં મુકી દેવાય છે. જે રિટર્ન આવે ત્યારે જે તે વિદ્યાર્થીઓની જેટલી રકમ જમા થઈ હોય તેમા વ્યાજ સહિતએ વિદ્યાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. વિદ્યાર્થીના બચત ખાતામાં જમા થયેલી રકમ તેને આગળ અભ્યાસ માટે અને સ્ટેશનરી ખર્ચ માટે ઉપયોગ આવે છે. તેમજ બાળકો પ્રવાસ પર્યટનનો લાભ મેળવી શકે છે.
બચત બેંક યોજના જેવી અનેક મૂલ્યવર્ધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે
આજોઠા ગામની આ કન્યા શાળામાં છાત્રોને મૂલ્યનું શિક્ષણ આપવામાં આવે છે.અહીં રામહાર્ટ,અક્ષયપાત્ર,ખોયાપાયા, પ્રશ્ન પેટી અને બચત બેંક જેવી મૂલ્ય વર્ધક પ્રવૃત્તિ થઈ રહી છે.આ શાળામાં માત્ર આજોઠા ગામ જ નહીં પરંતુ આસ પાસના અન્ય ગામો જેમકે, કાજલી, લાટી,બાદલપરા,કુકરાસ,સુંદરપરા અને ઉંબરી જેવા ગામોમાંથી તેમજ સોમનાથ પાટણ જેવા શહેરમાંથી પણ વિદ્યાર્થીની ઓ અભ્યાસ માટે આવે છે.શાળામાં સ્માર્ટ ક્લાસ રૂમ સીસીટીવી કેમેરાથી સજજ છે. શિક્ષણનું સ્તર ઊંચું લઇ જવા અહીં વાઈ-ફાઈ સાથેના કોમ્યુટર પણ છે.શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઈન સરળતાથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પ્રેક્ટિકલી અભ્યાસ પણ કરાવે છે.ઉપરાંત શાળામાં થતી પ્રવૃત્તિ અંગે વાલીઓને મેસેજ મારફત જાણ કરવામાં આવે છે. બચત બેંક યોજના જેવી અનેક મૂલ્યવર્ધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.