બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 PM, 23 January 2025
ફ્રાન્સની 69 વર્ષીય મહિલાને યુરોપના ઉચ્ચત્તમ માનવાધિકાર કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે યુરોપિયન કોર્ટના ચુકાદાને પણ પલટાવી દીધો છે. હકીકતમાં, મહિલા 2004 થી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધતી નહોતી.
ADVERTISEMENT
પતિએ આના આધારે કોર્ટમાં અરજી કરી અને તેની પત્નીથી છૂટાછેડા લઇ લીધા. પરંતુ હવે યુરોપિયન માનવાધિકાર કોર્ટે જણાવ્યું કે જો કોઈ મહિલા તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી ઈનકાર કરે તો તેને અપરાધી ન ગણવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે શારીરિક સ્વરૂપના કોઈ પણ ગેરસંમત કાર્યને યૌન હિંસા ગણવામાં આવશે.
કલમ 8નું ઉલ્લંઘન
ADVERTISEMENT
યુરોપિયન માનવાધિકાર કોર્ટએ જણાવ્યું કે ફ્રાન્સે માનવાધિકાર સંબંધિત યુરોપિયન કન્વેન્શનની કલમ 8નો ઉલ્લંઘન કર્યો છે. કોર્ટએ કહ્યું કે વૈવાહિક જવાબદારીઓમાં શારીરિક સંબંધોના મામલામાં પણ સહમતિને ધ્યાનમાં લેવી જોઈએ. મહિલા, જે ચાર બાળકોની માતા છે, તેણે આ નિર્ણયની પ્રશંસા કરી છે. તેનું માનવું છે કે આ ચુકાદો ફ્રાન્સમાં મહિલાઓના અધિકારો માટેની લડતમાં મહત્વપૂર્ણ મોખરાની ભૂમિકા ભજવશે. આજકાલ ફ્રાન્સના સમાજમાં પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધમાં સહમતિને લઈને ચર્ચા ચાલી રહી છે.
છૂટાછેડાના આધારે મામલો બનાવ્યો
કોર્ટએ કહ્યું કે મહિલાએ છૂટાછેડાને લઈને કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ છૂટાછેડાના આધારને પડકાર્યો હતો. મહિલાનું કહેવું હતું કે ફ્રાન્સની એક કોર્ટએ મને દોષિત ઠેરવી. આ નાગરિક સમાજ માટે યોગ્ય નથી. કોર્ટના ચુકાદાએ શારીરિક સંબંધ માટે ના પાડવાના મારા અધિકારથી મને વંચિત રાખી દીધી હતી. હું મારા શરીર વિશે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતી ન હતી. આ ચુકાદાએ મારા પતિ અને અન્ય જીવનસાથીઓને તેમની ઇચ્છા થોપવાના અધિકાર આપી દીધા.
1984માં લગ્ન થયા હતા
મહિલાના લગ્ન 1984માં થયા હતા. તેણીને ચાર બાળકો છે, જેમાંથી એક પુત્રી વિકલાંગ છે. પ્રથમ સંતાન પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા. 2002માં પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડવાની શરૂઆત થઇ હતી.. બે વર્ષ બાદ, એટલે કે 2004માં, મહિલાએ તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનું બંધ કરી દીધું હતું. લગભગ આઠ વર્ષ બાદ, 2012માં પતિએ છૂટાછેડાની અરજી કરી હતી, જેનો આધાર તેણે એ વાતને બનાવ્યો હતો કે તેની પત્ની તેને શારીરિક સંબંધ બાંધવા દેતી નથી
આ પણ વાંચોઃ USમાં ભારતીય મૂળની સગર્ભા મહિલાઓ કેમ પોતાના જીવને મૂકી રહી છે જોખમમાં? કે ટ્રમ્પ સરકાર પણ ચોંકી ઉઠી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.