If the MLA post of the leaders convicted of rape is going to be lost, you will be shocked to know who the party gave the ticket to.
ચૂંટણી /
રેપના દોષિત નેતાઓનું MLA પદ જતું રહ્યું તો પાર્ટીએ જુઓ કોને આપી ટિકિટ, જાણીને ચોંકી જશો
Team VTV06:54 PM, 05 Oct 20
| Updated: 07:00 PM, 05 Oct 20
દુષ્કર્મ કેસમાં દોષી ઠરેલા પૂર્વ ધારાસભ્ય રાજ વલ્લભ યાદવ અને છેલ્લા 1 વર્ષથી ફરારચાલી રહેલા આરોપી અરૂણકુમાર યાદવની જગ્યાએ RJD એ તેમની પત્નીઓને ટિકિટ આપી છે.
દુષ્કર્મ કેસમાં દોષી જાહેર થયેલા MLA ની પત્નીને મળી ટિકિટ
બિહાર ચૂંટણીમાં ક્રાઇમ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની છે બોલબાલા
લાલુ પ્રસાદ યાદવ ની પાર્ટી એ ધારાસભ્યોની પત્નીને આપી ટિકિટ
રાષ્ટ્રીય જનતા દળ ( RJD ) એ આજે બિહાર વિધાનસભા ની ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. દુષ્કર્મ કેસ માં દોષી ઠરેલા પૂર્વ ધારાસભ્ય રાજ વલ્લભ યાદવ અને હાલ ફરાર ચાલી રહેલા અરૂણકુમાર યાદવ ની જગ્યાએ RJD એ તેમની પત્નીઓને ટિકિટ આપી છે.
રાજવલ્લભ યાદવની પત્નીને RJD એ આપી છે ટિકિટ
RJD એ નવાદાથી રાજ વલ્લભ યાદવ ની પત્ની વિભા દેવીને ટિકિટ આપી છે, બીજી તરફ સંદેશ વિધાનસભા સીટ ઉપરથી અરૂણ યાદવની પત્ની કિરણ દેવીને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. રાજવલ્લભ યાદવ હાલમાં સગીર યુવતી પર દુષ્કર્મ ના આરોપ હેઠળ જેલમાં છે.
ફેબ્રુઆરી 2016 માં, રાજવલ્લભ યાદવ પર સગીર યુવતી પર દુષ્કર્મ નો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ડિસેમ્બર 2018 માં, આ સમગ્ર મામલામાં તેને કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યો હતો, ત્યારબાદ તે જેલમાં છે. રાજબલ્લભ યાદવ જેલમાં ગયા બાદ RJD એ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. ત્યારબાદની પેટા ચૂંટણીમાં JDU ના કૌશલ યાદવનો વિજય થયો.
લોકસભાની ચૂંટણીમાં LJP ના ચંદન સિંઘ સામે હારી ગયા હતા વિભા દેવી
વર્ષ 2019 ની લોકસભા ની ચૂંટણીમાં પણ RJD એ વિભા દેવીને નવાદા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમ છતાં તે LJP ના ચંદન સિંઘની સામે ચૂંટણીમાં હારી ગઈ હતી, પરંતુ વિભા દેવીને 3 લાખ 47 હજારથી વધુ મત મળ્યા હતા. તે બીજા નંબરે હતી.
તે જ સમયે, અરુણ યાદવ પર દુષ્કર્મ નો પણ આરોપ લાગેલો છે અને તે ધરપકડના ડરથી છેલ્લા 1 વર્ષથી ફરાર છે. બે વખતના ધારાસભ્ય રહેલા અરૂણ યાદવ ના મોટા ભાઈ વિજયેન્દ્ર યાદવ તાજેતરમાં જ RJD છોડીને JDU માં જોડાયા હતા. તેઓ RJD ના રાજ્ય ઉપાધ્યક્ષ જેવા મહત્વના પદ પર હતા, પરંતુ ટિકિટની ખાતરી ન મળતાં વિજયેન્દ્રએ પક્ષ ફેરવી લીધો હતો.