બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રાજામાંથી બની જશો રંક! આવક વધે તો છકી ન જતા, હંમેશા યાદ રાખજો ચાણક્ય નીતિની આ વાત

ધર્મ / રાજામાંથી બની જશો રંક! આવક વધે તો છકી ન જતા, હંમેશા યાદ રાખજો ચાણક્ય નીતિની આ વાત

Last Updated: 04:54 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક લોકો અચાનક પૈસાદાર બની જાય છે ત્યારે તેમનું વાણી અને વર્તન બદલાઈ જાય છે. તેઓ અહંકારી બની જાય છે અને બિનજરૂરી ધનનો વેડફાટ પણ કરવા લાગે છે. પરંતુ ચાણક્ય નીતિ મુજબ આવું કરવાથી તેઓ ફરી પાછા ગરીબ બની શકે છે

આપણે આપણી આસપાસ ઘણા એવા કિસ્સા જોયા હોય છે જેઓ એકાએક પૈસાદાર બની જાય છે. અને પછી એટલી જ ગતિથી તેઓ રાજામાંથી રંક પણ બની જતા હોય છે. પૈસા જેટલા ઝડપી આવ્યા હોય છે તેટલી જ ઝડપે પાછા પણ જતા રહે છે. માતા લક્ષ્મી આ રીતે રૂઠી જાય તેના અનેક કારણ જવાબદાર હોય છે. ચાણક્ય નીતિમાં આ વિશે જણાવવામાં આવ્યું છે. તમે પણ ચાણક્ય નીતિમાં જણાવેલ ભૂલ ન કરીને નુકશાનથી બચી શકો છો.

  • ધનની વૃદ્ધિ પર આ ભૂલો ન કરો
  1. ધનની બરબાદી - જો તમારી પાસે ધન વધે ત્યારે તેની બરબાદી ક્યારેય ન કરો. પૈસા હમેંશા સમજી વિચારીને જ ખર્ચ કરો. ગમે તેટલા પૈસા આવે પરંતુ કારણ વગર પૈસા વેડફો નહીં. નહીં તો તમે નાણાં વગરના નાથીયા બની શકો છો.
  2. અહંકાર
    જો તમારી પાસે ખૂબ પૈસા આવી જાય ત્યારે ક્યારેય અહંકાર ન કરો. સાથે તમારા જૂના દોસ્તોને પણ ભૂલશો નહીં. નહીં તો જૂના દિવસો પાછા આવતા વાર નહીં લાગે. અમીર બન્યા બાદ તેવા લોકોનો એહસાન ક્યારેય ન ભૂલો જેને તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય.
PROMOTIONAL 1
  1. કડવી બોલી
    પૈસા આવી જવાથી તમારે કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, ઘણા લોકો એવું કરતા હોય છે. તે ચાહે તમારો શ્રમિક હોય કે કર્મચારી, તેમની સાથે પણ સન્માનથી વાત કરો. કેમ કે માતા લક્ષ્મી તેવા લોકોથી રૂઠી જાય છે જેઓ બીજાને કડવા વેણ કહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Religion Chanakya Niti Mata Laxmi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ