If the heatwave is forecast again in some districts of Gujarat, the temperature is likely to increase by four degrees.
હીટવેવ /
ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે!હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હીટ વેવની આગાહી
Team VTV08:27 AM, 25 Mar 22
| Updated: 08:33 AM, 25 Mar 22
ગુજરાતનાં કેટલા જિલ્લાઓમાં ફરી હિટવેવની આગાહી કરવામાં આવી છે તો ચાર ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતા છે.
રાજ્યમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ
અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે
રાજ્યમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ
અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળે છે. ત્યારે રાજ્યાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 માર્ચના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ઘણુંખરું સામાન્ય વાતાવરણ રહેશે. બીજી તરફ ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 25 માર્ચથી તાપમાનમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધશે.
અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે
ગુજરાત રાજ્યમાં 25મીથી એટલે શુક્રવારથી રાજ્યમાં પવનની દિશા બદલાવાવને કારણે ગરમ હવા ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી છે. ત્યારે આજથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. આ સાથે અમદાવાદ સહિત રાજ્યમાં આગામી પાંચ દિવસોમાં તાપમાનના પારામાં બેથી ચાર ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત કાળઝાળ ગરમીનો માર રહ્યો છે. તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું હતુ. માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો અને ત્યારબાદ વાતાવરણ પલટો જોવા મળ્યો હતો જેના કારણે થોડી રાહત અનુભવાઈ હતી. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.