વીમો લેતા સમયે નાની વાતનું ધ્યાન રાખી, તમે તમારા વાહનમાં કુદરતી આફતને કારણે થયેલા મોટા નુકસાનની ભરપાઈ વીમા ક્લેમ દ્વારા કરી ખિસ્સામાંથી થતા ખર્ચને બચાવી શકો છો.
વાહનનો વીમો લેતી વખતે ખાસ આ વાતોનું રાખો ધ્યાન
વરસાદ- પૂર જેવી કુદરતી આફતથી સુરક્ષા આપે છે કે નહીં
વીમો લેતા સમયે સૌથી જરૂરી વાત આ છે
દેશના અલગ અલગ હિસ્સાઓમાં હાલ વધુ વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. સાથે જ લોકોના જાન-માલનું પણ નુકશાન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતીને કારણે ઘણા લોકોના વાહનોને પણ ઘણું નુકશાન પંહોચ્યું છે એવામાં જો તમે તમારા વાહનનો વીમો લીધો છે તો ઘણી મદદ મળી શકે છે. પણ આવા વરસાદ કે પૂરમાં થયેલ નુકશાન સમયે તમે લીધેલ વાહનનો વીમો નુકશાન ક્લેમ કરે છે કે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખો.
આ બાબતોને અવગણશો નહીં
વાહનનો વીમો લેતી વખતે માત્ર ચોરી અથવા નુકસાન અથવા કોઈપણ ભાગ તૂટી જવા વિશે જ વિચારશો નહીં. તેના બદલે આ વાત ધ્યાનમાં રાખો કે તમે જે વીમો લઈ રહ્યા છો તે વરસાદ અથવા પૂર જેવી કુદરતી આફતો સામે રક્ષણ પણ આપી શકે છે. આ નાની વાતનું ધ્યાન રાખીને તમે તમારા વાહનમાં આ વરસાદ, પૂર કે કુદરતી આફતને કારણે થયેલા મોટા નુકસાનની ભરપાઈ વીમા ક્લેમ દ્વારા કરી ખિસ્સામાંથી થતા ખર્ચને બચાવી શકો છો.
વરસાદ- પૂરના નુકશાનથી સુરક્ષા આપે છે
હાલ વરસાદને કારણે ઘણા એવા વિડીયો સામે આવે છે જેમાં જોઈ શકે છે કે ઘણા લોકોના વાહનો પાણીમાં ફસાયા છે અને તેને કારણે વાહનની બોડી, એન્જિન સુધી ઘણા ભાગમાં નુકશાન પંહોચ્યું હોય છે. એવામાં જો તમારા વાહનના વીમામાં આવા ડેમેજ માટેના ભરપાઈની પોલિસી હાજર છે તો ઘનાઓ ફાયદો રહે છે. એટલા માટે જ વાહનનો વીમો લેતા સમયે આંખ અને ક્યાં બંને ખુલા રાખવા જોઈએ.
વીમો લેતા સમયે સૌથી જરૂરી વાત
આવા સમયે વીમો ઘણો કામ લાગે છે એટલા માટે જ વાહનનો વીમો કરાવવા સમયે સૌથી પહેલા યાદ રાખવાની વાત એ છે કે તમે કારનો વીમો ખરીદો જેમાં હેવી એન્જિન કવર પણ સામેલ હોય. કુદરતી આફતને કારણે એન્જિન સીઝ થઈ જાય છે તેને હાઇડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ઘણી વીમા કંપનીઓ દાવો કરતી નથી કારણ કે તેને દુર્ઘટનાની શ્રેણીમાં ગણવામાં આવે છે. મોટર વાહન કાનૂન 1988 મુજબ, પૂર, વરસાદ, તોફાન અથવા અન્ય કોઈપણ કુદરતી આફતને કારણે થયેલા નુકસાનને નુકસાન કવર હેઠળ આવરી લેવામાં આવે છે. એટલા માટે ખાસ ચોમાસા દરમિયાન એવો વીમો પસંદ કરો જેમાં એન્જિન પ્રોટેક્શન એડ-ઓનનો વિકલ્પ હોય.
એન્જિન પ્રોટેકટર લીધું તો ફાયદામાં
એક્સપર્ટ મુજબ વાહનનો વીમો લેતા સમયે ઑઁ ડેમેજ કવર લેવું ખૂબ જ જરૂરી છે. જે એ ન હોય અને કોઈ કુદરતી આફત સમયે પાણીથી એન્જિન સીઝ થઈ જાય છે તો એ સમયે તેનો પૂરો ખર્ચ વાહનના માલિકે ચૂકવવાનો રહે છે. આવી સ્થિતિમાં વીમો લેતી વખતે, એન્જિન પ્રોટેક્ટર એડ-ઓન વીમો અથવા હાઇડ્રોસ્ટેટિક લોક કવર લઈને તેની ભરપાઈ કરી શકાય છે. આ ઉપરાંત, વીમો લેતી વખતે તેમાં ઝીરો ડેપ્રીસીએશનની સુવિધા છે કે નહીં એ પણ જોવું જોઈએ.
કોમ્પ્રીહેંસીવ મોટર ઇન્શ્યોરન્સના લાભ
જો તમે તમારા વાહન માટે કોમ્પ્રીહેંસીવ મોટર ઇન્શ્યોરન્સ લીધું છે તો આવી કુદરતી આફત સમયે તમે વાહનમાં થયેલ નુકશાનને આવા સમયે ક્લેમ કરી શકો છો. આવી પોલિસીમાં બે કોમ્પોનેન્ટ હોય છે એક એડ ઓન ડેમેજ અને બીજું થર્ડ પાર્ટી કવર.
આ વાતોનું રાખો ધ્યાન
તમે જે વસ્તુઓ વિમમ્મા કવર માંગો છો તેના માટે એડ-ઓન્સ સાથે તમારી વીમા પોલિસી મેળવો.
વાહન માટે વીમા પૉલિસી ખરીદતા પહેલાં બધા જ વિકલ્પો હેઠળ મળતા લાભોની પૂરતી તપાસ કરો.
વીમો લેતી વખતે એડ-ઓન કવરમાં કંપની દ્વારા ઓફર કરવામાં આવતા લાભો વિશે ખાસ જાણો
તમે જે કંપનીના વાહનનો વીમો લઈ રહ્યા છો એ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ હિસ્ટ્રી ખાસ તપાસો.
આવી રીતે ક્લેમ કરો વીમો
તમારા પોલિસી નંબરનો ઉપયોગ કરીને સંબંધિત વીમા કંપનીના ટોલ-ફ્રી નંબર પર વીમો ક્લેમ કરવા માટે રજીસ્ટર કરો
કંપનીની વેબસાઇટ પરથી વીમા ક્લેમ ફોર્મને ડાઉનલોડ કરો અને તેને ભરો. બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને ક્લેમ ફોર્મ સબમિટ કરો.
ક્લેમ અપ્લાઈ કર્યા પછી કંપનીના સર્વેયર અથવા વિડિયો સર્વે દ્વારા વાહનની તપાસ કરવામાં આવશે એ સમયે તમામ દસ્તાવેજો સાથે રાખો.
વાહનનું સર્વે પૂરું થયા પછી સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને એ પછી જ તમારો વીમો ક્લેમ થશે.