બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / PM કિસાનનો 17મો હપ્તો જો ના આવે, તો ડાયલ કરો આ હેલ્પલાઇન નંબર્સ, મળશે સમાધાન
Last Updated: 03:46 PM, 18 June 2024
9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આજે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જમા થશે.. કેટલીકવાર એવું બને છે કે ખેડૂતોના ખાતામાં કોઇ કારણસર પૈસા જમા નથી થતા ત્યારે ખેડૂત ચિંતામાં મુકાય છે.
ADVERTISEMENT
તમારી સાથે આવુ થાય તો આ છે હેલ્પલાઇન નંબર
જો આપની સાથે પણ એવું થયું હોય તો આપ ટ્રોલ ફી નંબર 155261, 1800115526 અથવા 01123381092 પર કોલ કરી શકો છો..
ADVERTISEMENT
અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિના 16 હપ્તા ચૂકવાયા છે. આજે 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો મળશે.. સમગ્ર દેશના ખેડૂતોના ખાતામાં અંદાજે 20,000 કરોડથી વધુની રકમ જમા થશે.
વાર્ષિક રૂપિયા 6000 આપવામાં આવે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સીધો નાણાકીય લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 આપવામાં આવે છે. જે ચાર મહિનાના અંતરે ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં તેના 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ આજે PM Modi જાહેર કરશે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો, આ રીતે લિસ્ટમાં ચેક કરો તમારું નામ
ખોટી રીતે લાભ લેવાતો હોવાનું સામે આવ્યા બાદ KYC ફરજિયાત
દેશના જે ખેડૂતો યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે તેમના પ્રત્યે સરકાર ખૂબ જ કડક છે. આ કારણોસર, ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી ફરજિયાત બનાવી છે. ત્યારે જે ખેડૂતોએ હજુ સુધી તેમના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી અને યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવ્યું નથી. તેમને 16મો હપ્તો મળશે નહીં. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માંગો છો. તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.