બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / If such incidents start happening in the house, understand that the parents are angry, do this remedy in the patriarchy
Megha
Last Updated: 05:02 PM, 18 September 2022
ADVERTISEMENT
પિતૃ પક્ષ ચાલી રહ્યો છે એવામાં એવું માનવામાં આવે છે કે 15 દિવસોના આ સમય દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને એટલા માટે લોકો તેમને ખુશ કરવા માટે વિવિધ અનુષ્ઠાન, શ્રાદ્ધ, દાન કરે છે. ઘણી વખત એવું બને છે કે શ્રાદ્ધ ન કરવા અથવા એ સમય દરમિયાન યોગ્ય ઉપાય ન કરવાને કારણે પૂર્વજો ગુસ્સે થઈ જાય છે. ઘણી વખત પિતૃઓના ગુસ્સાને કારણે જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવે છે અને જીવન મુશ્કેલીઓથી ભરાય જાય છે. ઘરમાં કેટલીક એવી ઘટનાઓ બનવા લાગે તેના પરથી જાણી શકાય છે કે પૂર્વજો ગુસ્સે ભરાયા છે. એવી પરિસ્થતિમાં ચાલો જાણીએ કે પિતૃઓની નારાજગીથી બચવા માટે કયા ઉપાયો અપનાવી શકાય છે.
ADVERTISEMENT
મહેનત પછી પણ નથી ફળ મળતું
પિતૃ ગુસ્સે કે નારાજ થયા હોય તો એવી સ્થિતિમાં મહેનત કર્યા પછી પણ ફળ મળતું નથી. વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે અને પૂરતા પ્રયત્નો છતાં પણ ધંધામાં નુકસાન થાય છે. આ સાથે જ વિવાહિત જીવનમાં સંઘર્ષ વધવા લાગે છે.
ખાવામાંથી નીકળે છે વાળ
પિતૃ દોષ હોય ત્યારે તમે ગમે તેટલી પૂજા કરો તો પણ શુભ ફળ મળતું નથી. આ સિવાય પરિવારના એક જ સભ્યના ભોજનમાં વારંવાર વાળ નીકળે છે. ઘરમાં કોઈ કારણ વિના દુર્ગંધ આવે છે અને સપનામાં વારંવાર કોઈ રડતું જોવા મળે છે.
શુભ કામમાં આવે છે અડચણ
પિતૃ ગુસ્સે કે નારાજ થયા હોય તો એવી સ્થિતિ તમે કોઈ શુભ કાર્ય શરૂ કરવા જાઓ છો તો વારંવાર તેમાં અવરોધો આવવા લાગે છે. શુભ કાર્યોના દિવસે કે તહેવારો પર ઝઘડા કે કોઈ અશુભ ઘટના બનવા લાગે છે અને ખુશીનો પ્રસંગ ઉદાસી માં ફેરવાઈ જાય છે.
આ ઉપાય કરો
જો જીવનમાં આવા લક્ષણો દેખાય તો સમજી જવું કે પિતૃ ગુસ્સે કે નારાજ થયા છે. આવી સ્થિતિમાં પિતૃઓને જલદી પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ અને તેને માટે ખાસ દાન કરવું જોઈએ. દાનમાં ખાસ કરીને ગાયનું દાન કરવું જોઈએ. આ સાથે જ કાગડાને ખવડાવવું જોઈએ અને ભગવાન શંકરનું ધ્યાન કરતી વખતે, 'ॐ तत्पुरुषाय विद्महे महादेवाय च धीमहि तन्नो रुद्रः प्रचोदयात'નોદરરોજ જાપ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.