If someone tells me to resign as CM, then I am ready to step down today: Uddhav Thackeray
મુંબઈ /
કોઈ એક મને કહી દે કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપો, તો આજે હટવા તૈયાર છું : ઉદ્ધવ ઠાકરે
Team VTV05:55 PM, 22 Jun 22
| Updated: 06:11 PM, 22 Jun 22
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયા પર લોકોને સંબોધિત કરતા બળવાખોર પાર્ટીની ઝાટકણી કાઢી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી પર સીએમ ઠાકરેએ કર્યું પ્રજાજોગ સંબોધન
ફેસબુક પર લાઈવ આવીને લોકોને કર્યા સંબોધિત
કહ્યું કે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દેવા તૈયાર
ઠાકરેએ કહ્યું, મુખ્યમંત્રી તરીકે નહોતો ગમતો તો કહી દેવું હતુંને
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે જો એક પણ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી તરીકે જોવા તૈયાર નથી તો તેઓ રાજીનામુ આપી શકે છે.
Not willing to continue as chief minister: Uddhav Thackeray
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી, હું કોઇના પર નિર્ભર નથી. ભાજપ મને સતત ખરાબ કહી રહી છે. મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે તે કહેવા યોગ્ય છે. જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભલે તેઓ રાજીનામું આપી દે, પરંતુ તેઓ પોતાની જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમનું કહેવું છે કે મારી જગ્યાએ જો કોઇ શિવસેનાનો મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. જે લોકો નારાજ ધારાસભ્યો છે તેમણે આવીને વાત કરવી જોઈએ. હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારું નાટક નથી... હું તમારી સાથે આવવા માટે તૈયાર છું... કોની પાસે કેટલું છે તેની મને પરવા નથી. જેની પાસે સંખ્યા છે તે જીતે છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2022
But when my own people (MLAs) don't want me what I can say. If they had something against me, what was the need of saying all this in Surat, they could have come here and said this to my face: Maharashtra CM Uddhav Thackeray
કોઈનાથી ડરતો નથી, શિવસેનાનો કાર્યકર છું
જે લોકો આરોપ લગાવે છે કે આ બાલાસાહેબની શિવસેના નથી તેમને જવાબ આપું છું કે કોઈ એમ કહેશે કે હું પસંદ નથી તો શિવસેનાનું પ્રમુખ પદ પણ છોડી દઈશ. પરંતુ હું કોઈથી ડરીશ નહીં, શિવસેનાનો કાર્યકર્તા છું.
Will quit as chief minister and leave official residence if even one of the disgruntled MLAs says he doesn't want me as CM: Uddhav Thackeray
મુખ્યમંત્રી તરીકે પસંદ નહોતો તો કહી દેવુ ંજોઈતું હતું-ઠાકરે
એકનાથ શિંદેના બળવા પર બોલતા ઠાકરેએ કહ્યું કે હું મુખ્યમંત્રી તરીકે પસંદ નહોતો તો કહી દેવુ ંજોઈતું હતું ને સુરત જવાની ક્યાં જરુર હતી. હું ગમે ત્યારે મુખ્યમંત્રી પદેથી હટવા તૈયાર છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સુરત અને ગુવાહાટી જઈને રાજીનામું કેમ માગો છે, સુરતમાં જવાના સ્થાને મારી સાથે વાત કરવાની જરૂર હતી.
અમે મુશ્કેલ પરિસ્થિતિમાં 2019ની ચૂંટણી લડ્યા હતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, શિવસેના હિંદુત્વ વગર રહી શકે નહીં. બાળાસાહેબની શિવસેના અને આજની શિવસેનામાં શું ફરક છે? અમે મુશ્કેલ સંજોગોમાં 2019 ની ચૂંટણી લડ્યા હતા. મેં મારી બધી જવાબદારી લીધી. વિધાનસભામાં હિન્દુ ધર્મની વાત કરી. ત્યારે અમે બાળાસાહેબના વિચારોને આગળ વધારી રહ્યા છીએ. આ બાલાસાહેબ સાથેની શિવસેના છે.
હવે લોકોને મળવાનું શરુ કર્યું
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સર્જરી અને હેલ્થના કારણોસર છેલ્લા થોડા મહિનામાં હું લોકોને મળી શક્યો નહોતો પરંતુ હવે મેં લોકોને મળવાનું શરુ કર્યું છે- સીએમ ઉદ્ધવ ઠાકરે
Some people say that it's not Bala Sahib's Shiv Sena. They should tell what were the thoughts of Bala Saheb. This is the same Shiv Sena that it was at his time 'Hindutva' is our life: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/y70lGqcXk5
ફેસબુક લાઈવ બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે એનસીપી અધ્યક્ષ શરદ પવારને મળવાના છે.
વિધાનસભા ભંગના સંકેત
ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.
The CM took part in today's cabinet meeting via video conferencing. He will be doing a Facebook Live today, then we will know more: Maharashtra minister & NCP leader Jayant Patil in Mumbai pic.twitter.com/qrQPxevBqT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2022
ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટીવ
મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાને લઈને મોટી ઉથલ-પાથલ મચી ગઈ છે.શિવસેના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. જેની વચ્ચે ઉદ્ધવ ઠાકરેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા કમલનાથ-નાના પટોલે દાવો કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.