If someone shows India an eye...: Rajnath Singh's pride after Shastrapujan on Dussehra
નિવેદન /
કોઈએ ભારતને આંખ બતાવી તો...: દશેરા પર શસ્ત્રપૂજન બાદ રાજનાથ સિંહની હુંકાર
Team VTV01:04 PM, 05 Oct 22
| Updated: 01:08 PM, 05 Oct 22
રાજનાથ સિંહે આજે ચીન સરહદ પર સ્થિત ફોરવર્ડ પોસ્ટ પર આર્મી અને આઈટીબીના જવાનો સાથે દશેરાનો તહેવાર ઉજવ્યો
વિજયદશમીના અવસર પર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઔલી પહોંચ્યા
રાજનાથ સિંહે ચીન સરહદ પર આર્મી અને ITB જવાનો સાથે તહેવાર ઉજવ્યો
જો કોઈએ ભારતને આંખ બતાવી તો ભારત તેને માફ નહીં કરે: રાજનાથ સિંહ
આજે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વિજયદશમીના અવસર પર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઔલી પહોંચ્યા હતા. જ્યાં તેમણે આર્મી કેમ્પમાં શસ્ત્ર પૂજન કર્યું હતું. રાજનાથે આજે ચીન સરહદ પર સ્થિત ફોરવર્ડ પોસ્ટ પર આર્મી અને આઈટીબીના જવાનો સાથે દશેરાનો તહેવાર ઉજવ્યો હતો.
રાજનાથ સિંહે ઉત્તરાખંડના ચમોલીમાં ઔલી મિલિટરી સ્ટેશન ખાતે વિજયાદશમીના અવસર પર 'શાસ્ત્ર પૂજા' કરી હતી જ્યાં ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ હાજર હતા. પૂજા કાર્યક્રમ બાદ રાજનાથ સિંહે કહ્યું, "અમે માનીએ છીએ કે, આપણો દેશ આપણા સશસ્ત્ર દળોના હાથમાં સુરક્ષિત છે. આપણા સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોના સૈનિકો આપણા દેશનું ગૌરવ છે.ગર્વની લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, "ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં શસ્ત્રોની પૂજા થાય છે."
We're confident that our country is safe in the hands of our armed forces. The jawans of our armed forces & paramilitary forces are the pride of our country.India is the only country where 'puja' of weapons is performed: Defence Min Rajnath Singh at Auli Military Station, U'khand pic.twitter.com/oAqlwnE5kM
આ સાથે રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, "મને જ્યારે પણ ફ્રી સમય મળે છે ત્યારે હું સૈનિકોની વચ્ચે આવું છું. તેમણે કહ્યું હતું કે, ગલવાનમાં જે થયું તેમાં સેનાએ કરિશ્મા બતાવ્યો.
જ્યાં સુધી ભારતના ચરિત્રની વાત છે, ભારતે આજ સુધી દુનિયાના કોઈ પણ દેશ પર આક્રમણ કર્યું નથી અને ન તો કોઈ દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો છે. પરંતુ જો કોઈએ ભારતને આંખ બતાવવાનીની કોશિષ કરી તો ભારત તેને માફ નહીં કરે.