બ્રેકિંગ ન્યુઝ
Nikul
Last Updated: 08:05 PM, 22 February 2021
ADVERTISEMENT
રોહિતની સદી જીતની ગેરન્ટી બની
ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધીમાં સાત સદી ફટકારી છે અને આ સાતેય સદીવાળી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને જીત મળી છે. રોહિતે પોતાની સાતેય સદી ભારતમાં જ નોંધાવી છે. રોહિતની આ સાત ૩૬ ટેસ્ટની કરિયરમાં આવી છે. તેણે પોતાની સાતમી સદી (૧૬૧ રન) તાજેતરમાં ચેન્નઈ ખાતે ઈંગ્લેન્ડ સામે ફટકારી. એ ટેસ્ટ મેચ ટીમ ઇન્ડિયાને ૩૧૭ રનના વિશાળ અંતરથી જીતી લીધી. આમ હિટમેન રોહિતની સદી ટીમ ઇન્ડિયા માટે જીતની ગેરન્ટી બની ચૂકી છે.
ADVERTISEMENT
વિન્ડીઝ સાથે ડેબ્યૂ કર્યું હતું
રોહિતે નવેમ્બર-૨૦૧૩માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વિન્ડીઝ સામે ટેસ્ટ પદાર્પણ કર્યું હતું અને એ જ મેચમાં તેણે ૧૭૭ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતે એ મેચ ઇનિંગ્સ અને ૫૧ રનથી જીતી લીધી હતી. રોહિતે પોતાની બીજી ટેસ્ટ સદી નવેમ્બર-૨૦૧૩માં જ વિન્ડીઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફટકારી હતી. રોહિતના ૧૧૧ રનની ઇનિંગ્સની મદદથી ભારતે એ ટેસ્ટ ઇનિંગ્સ અને ૧૨૬ રનથી જીતી હતી. રોહિતના બેટમાંથી ત્રીજી સદી નવેમ્બર-૨૦૧૭માં નાગપુરમાં શ્રીલંકા સામે નીકળી હતી. એ મેચમાં રોહિતે ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને ભારતે એ ટેસ્ટ મેચ ઇનિંગ્સ અને ૨૩૯ રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.
અત્યારસુધી 36 ટેસ્ટ રમી ચૂક્યો છે રોહિત
ચોથી ટેસ્ટ સદી રોહિતે ઓક્ટોબર-૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં નોંધાવી હતી. રોહિતે એ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૧૭૬ અને બીજી ઇનિંગ્સમાં ૧૨૭ રન ઝૂડી કાઢ્યા હતા અને ભારતનો એ ટેસ્ટમાં ૨૦૩ રનથી વિજય થયો હતો. રોહિતે પોતાની છઠ્ઠી ટેસ્ટ સદી રાંચીમાં ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા સામે નોંધાવી હતી. તેણે એ મેચમાં પોતાની સદીને બેવડી સદીમાં તબદીલ કરી હતી અને ભારતે એ મેચ ઇનિંગ્સ અને ૨૦૨ રનથી જીતી લીધી હતી. ૩૩ વર્ષીય રોહિતે ભારત તરફથી અત્યાર સુધીમાં ૩૬ ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેણે ૬૧ ઇનિંગ્સમાં ૪૫.૮૩ રનની સરેરાશથી ૨૪૭૫ રન બનાવ્યા છે. રોહિતના નામે ૧૧ અર્ધસદી પણ નોંધાયેલી છે. રોહિતનો સર્વોચ્ચ સ્કોર ૨૧૨ રનનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India England 1st T20I news / થઈ જાવ તૈયાર! ભારત ઈંગ્લેન્ડ ટી20-વનડે મેચોની મજા અહીં માણી શકાશે, 22મીથી શરુ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.