બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ચોમાસામાં વરસાદનું પાણી કારમાં ઘૂસી જાય તો ફટાફટ કરો આ કામ, મોટા ખર્ચાથી બચશો

ઓટો ટિપ્સ / ચોમાસામાં વરસાદનું પાણી કારમાં ઘૂસી જાય તો ફટાફટ કરો આ કામ, મોટા ખર્ચાથી બચશો

Last Updated: 09:41 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે દેશભરમાં ચોમાસાની ઋતુ આવશે. ભારતમાં ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા કોમન છે. રોડનું પાણી કારમાં ભરાઈ જવાથી લોકોના વાહન પણ બગડી જાય અને મોટો ખર્ચો પણ આવે છે.

ચોમાસાની ઋતુમાં કાર ખૂબ જ સાવધાનીથી ચલાવવી જોઈએ. કેમ કે આ ઋતુમાં રોડ પર પાણી ભરાઈ જાય છે અને તે વખતે આ પાણી કારમાં પણ ઘૂસી જાય છે. પાણી કારમાં ભરાઈ જવાથી કાર ખરાબ પણ થઈ શકે છે. જો તમારી કારમાં પણ વરસાદનું પાણી ભરાઈ જાય તો ગભરાવાની જગ્યાએ નીચે જણાવેલ સમાધાન અપનાવી મોટા ખર્ચાથી બચી શકો છો.

કાર બંદ કરો

જો વરસાદ સમયે કારમાં પાણી ભરાઈ જાય અને તે એન્જિનમાં ઘૂસી જાય તો સૌ પહેલા તમારે કાર બંદ કરી દેવી જોઈએ. એન્જિન બંદ કરવાથી નુકશાન ઓછું થાય છે.

પાણીથી કાર બહાર કાઢો

કારને પાણીમાંથી બહાર કાઢો અને તેને સુરક્ષિત સ્થળે લઈ જાઓ. કારનું બોનેટ ખોલી અને પછી એર ફિલ્ટર ચેક કરો. એર ફિલ્ટરમાં પાણી નથી ભરાયુંને તે ચેક કરો. તે પલળ્યુ હોય તો ચેન્જ કરી દો.

ઓઇલ ચેક કરો

કારમાંથી એન્જિન ઓઇલ ડિપસ્ટિક કાઢીને જુઓ કે ઓઇલમાં પાણી તો ભળી ગયું છે કે નહીં. જો ઓઇલ મિલ્કી કે ફીણવાળુ દેખાય તો માની લેવું કે તેમાં પાણી ભળી ગયું છે. પાણી ભળી ગયું હોય તો ઓઇલ ચેન્જ કરી દો.

એન્જિન સુકવો

પાણી ભરાઈ જવા પર સ્પાર્ક પ્લગને કાઢીને એન્જિન ફેરવો, આવું કરવાથી સિલિન્ડરમાંથી પાણી નીકળી શકે છે. કમ્પ્રેસ્ડ એરની મદદથી એન્જિન પાર્ટ્સને સૂકવો. એન્જિનમાં પાણી ભળી જવા પર ફિલ્ટર અને ઓઇલ ચેન્જ કરવું જોઈએ.

વધુ વાંચોઃ ફુલ ટાવર હોવા છતાં નથી આવતું ઈન્ટરનેટ? મોબાઈલમાં ચેન્જ કરો આ સેટિંગ આવશે જોરદાર સ્પીડ

બેટરી ડિસકનેક્ટ કરો

પાણી ભરાઈ જવા પર બેટરીને તરત જ ડિસકનેક્ટ કરી દો. તેનાથી શોર્ટ સર્કિટનો ખતરો ઘટી જાય છે. જો એન્જિનમાં પાણી ભરાઈ ગયું હોય તો પ્રોફેશનલ મિકેનિકને બોલાવી સરખું કરાવો.

સંકળાયેલા મુદ્દાઓ

Engine Oil Auto News Monsoon Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ