બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:22 PM, 11 January 2025
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોતી રત્નનો સંબંધ ચંદ્ર સાથે હોય છે, જેને મનનો કારક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મોતી ધારણ કરવાથી મન શાંત થાય છે અને માનસિક સ્થિરતા આવે છે. રત્નશાસ્ત્ર અનુસાર 9 રત્નોમાંથી એક મોતી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. આ રત્ન પહેરવા માટે ખાસ નિયમો છે. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ મોતી પહેરવું જોઈએ અને કોને નહીં તથા તેને પહેરવાથી કયા ફાયદા થાય છે.
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રનો રત્ન મોતી મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોને મોતી પહેરવાથી ચંદ્રનો શુભ પ્રભાવ મળે છે.
ADVERTISEMENT
જ્યોતિષ મુજબ સિંહ, તુલા અને ધન રાશિના લોકોએ ખાસ પરિસ્થિતિઓમાં જ મોતી પહેરવા જોઈએ. આ સિવાય બીજી રાશિના લોકો માટે મોતી રત્ન પહેરવું યોગ્ય માનવામાં નથી આવતું.
જ્યોતિષીઓના મતે મોતી રત્નને ચાંદીની વીંટીમાં લગાવીને પહેરવું જોઈએ. આ રત્ન કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં સોમવારે રાત્રે ધારણ કરવું જોઈએ. આ સિવાય પૂર્ણિમાના દિવસે મોતી પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોતી પહેરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરો અને ભગવાન શિવને અર્પણ કરો. ત્યાર બાદ તેને જમણા હાથની ટચલી આંગળી પર પહેરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT