બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / If Naveen Shekhawat was involved in Gogamedi's murder, why was he killed? Shocking revelations of captured shooters

મર્ડરનું રહસ્ય ખુલ્યું / નવીન શેખાવત ગોગામેડીની હત્યામાં સામેલ હતો તો તેને કેમ મારી નખાયો? પકડાયેલા શૂટર્સના ચોંકાવનારા ખુલાસા

Hiralal

Last Updated: 02:55 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુખદેવસિંહ ગોગામેડીના ઝડપાયેલા હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીએ હત્યાને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.

  • સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા ઝડપાયા
  • રોહિત રાઠોડ અને નીતિન ફોજીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા
  • નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો
  • હત્યા પહેલા ગોગામેડીના ઘરની રેકી પણ કરી હતી 

5 ડિસેમ્બરે જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરનાર મુખ્ય બે હત્યારા ઝડપાયા છે. દિલ્હી અને ચંદીગઢ પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીને ચંદીગઢથી ઝડપી પાડ્યાં છે અને તેમને રાજસ્થાન લાવવામાં આવી રહ્યાં છે. બન્ને હત્યારાએ નવીન શેખાવતને લઈને ઘણા ખુલાસા કર્યાં છે. ઉલ્લેખનીય છે કે નવીન શેખાવત પણ સુખદેવના ઘરમાં હતો રોહિત-નીતિને તેને પણ ગોળીઓથી ઉડાવી દીધો હતો અને તે જ હત્યારાને લઈને આવ્યો હોવાનું કહેવાતું હતું પરંતુ હવે હત્યારાની પોલીસ પૂછપરછમાં નવી વાત સામે આવી છે. બન્ને હત્યારાએ એવું કહ્યું કે નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેણે 1 અઠવાડિયા પહેલા ગોગામેડીના ઘરની રેકી કરી હતી. 

રોહિત-નીતિને ગોગામેડી બાદ નવીનને પણ ગોળી મારી હતી
5 ડિસેમ્બરે જ્યારે રોહિત-નીતિને ઘરમાં ગોગામેડીની હત્યા કરી હતી તે પછી તેમણે નવીન શેખાવતને પણ ગોળીઓથી ઉડાવી દીધો હતો અત્યાર સુધી તો એવું કહેવાતું હતું કે નવીન શેખાવત હત્યાથી અજાણ હતો પરંતુ હવે આરોપીઓ તેની સંડોવણી છતી કરી છે. 

હત્યાના અઠવાડિયા પહેલા જયપુર આવ્યાં હતા 
હત્યાકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ એવું કહ્યું હતું કે નીતિન ફોજી અને રોહિત રાઠોડ હત્યાના થોડા દિવસ પહેલા જયપુર પહોંચ્યાં હતા અને તેમની પાસે અત્યાધુનિક પિસ્તોલ હતી. પોલીસનું કહેવું છે કે હથિયારો પણ ખરીદી લેવામાં આવ્યાં હતા. 

5 ડિસેમ્બરે જયપુરમાં થઈ હતી ગોગામેડીની હત્યા
ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ હતી. લોરેન્શ બિશ્નોઈ ગેંગના રોહિતસિંહ રાઠોડ અને નીતિન ફોજી નામના ગુનેગારોએ ઘરમાં જઈને સુખદેવ અને નવીન શેખાવત નામના યુવાનની હત્યા કરી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Gogamedi murder case Sukhdev Singh Gogamedi murder jaipur gogamedi murder જયપુર ગોગામેડી મર્ડર સુખદેવ સિંહ ગોગામેડી મર્ડર Gogamedi murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ