બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If it does not rain, a major water crisis could erupt in the state

જળસંકટ / ગુજરાતમાં મોટા ભાગના ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક, વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની સ્થિતિ વિકટ બની શકે

Kiran

Last Updated: 05:12 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોટા ભાગના ડેમની સ્થિતિ તરીયા ઝાટક જોવા મળી રહી છે, રાજ્યના ડેમમાં પાણીની આવક ન થતા પાણીના સ્તર નીચે ગયા

  • રાજ્યના 207 ડેમોમાં 47.75 ટકા જ પાણીનો જથ્થો 
  • ઉત્તર ગુજરાતના ડેમોમાં 23.97 ટકા જ પાણી 
  • સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 40.03 ટકા જ પાણી બચ્યુ

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો ગુજરાતમાં વરસાદની આગાહી કરી રહ્યા છએ પરતું  જો વરસાદ નહીં વરસે તો રાજ્યમાં મોટું જળસંકટ સર્જાઈ શકે છે. કેમ કે રાજ્યમાં મોટા ભાગના ડેમની સ્થિતિ તરીયા ઝાટક જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ડેમમાં પાણીની આવક ન થતા પાણીના સ્તર નીચે ગયા છે.   



 

વરસાદ ખેંચાતા ડેમોમાં પાણીની અછત

રાજ્યમાં વરસાદ ખેંચાતા ડેમોમાં પાણીની અછત જોવા મળી રહી છે. રાજ્યના 207 ડેમોમાં 47.75 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં 23.97 ટકા જ પાણી છે. અને કચ્છના ડેમોમાં હવે 21 ટકા જ પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 40.03 ટકા જ પાણી બચ્યું છે. અને જો હજુ પણ વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની સ્થિતિ વિકટ બની શકે છે. રાજ્યના 207 ડેમોમાંથી માત્ર 3 જ ડેમો છલકાયા છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને ઉભો પાક બચાવવા માટે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. 

રાજ્યના 207 ડેમોમાં 47.75 ટકા જ પાણીનો જથ્થો

બીજી તરફ ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ થવાથી પાણીની તંગી ઉભી થવા પામી છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે ય રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. 

સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 40.03 ટકા જ પાણી બચ્યુ

ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી 2 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60.40 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecast gujarat water crisis water dam જળસંકટ જળસંગ્રહ પાણીની આવક વરસાદ water crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ