બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'રોકાણકારોની મહામૂલી મૂડી ડૂબી તો કોણ જવાબદાર'? હિંડનબર્ગ રિપોર્ટ પર રાહુલ ગાંધી

રાજનીતિ / 'રોકાણકારોની મહામૂલી મૂડી ડૂબી તો કોણ જવાબદાર'? હિંડનબર્ગ રિપોર્ટ પર રાહુલ ગાંધી

Last Updated: 08:40 PM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેબી ચીફ માધવી બૂચની સંડોવણીવાળા હિંડનબર્ગના નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યાં છે.

'અદાણી પૈસા હેરાફેરી' મામલે સેબી ચીફ માધવી પુરી અને તેમના પતિ ધવલ બુચની સંડોવણીવાળા હિંડનબર્ગના સનસનીખેજ રિપોર્ટ બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સૌથી પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્વિટ કરીને કહ્યું કે દેશભરના પ્રામાણિક રોકાણકારો સરકારને સવાલો પૂછી રહ્યા છે કે, "સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારો તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવે તો કોણ જવાબદાર હશે?" અદાણી જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે? રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેપીસી તપાસથી આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.

રાહુલ ગાંધીના સવાલ

- સેબીના ચેરમેન માધબી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી?

- જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે છે, તો કોને જવાબદાર ગણવામાં આવશે - પીએમ મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી?

- ખૂબ જ ગંભીર આરોપો સામે આવ્યા બાદ શું સુપ્રીમ કોર્ટ ફરી એકવાર આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લેશે?

શું હતો વિવાદ

દુનિયાભરના કૌભાંડિયાઓને ખુલ્લા પાડનાર અમેરિકાની પર્દાફાશ એજન્સી હિંડનબર્ગે તેના નવા રિપોર્ટમાં સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી પૈસાની હેરાફેરીના આરોપ મૂક્યાં છે તેનાથી ફરી એક વાર આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. માધવી અને ધવલ બુચ પર બે દેશો બરમૂડા અને મોરિશસમાં બે નકલી કંપનીઓમાં હિસ્સેદારીનો આરોપ છે.

સેબી શું છે, શું કરે છે?

સેબી કેવી રીતે અને શું કામ કરે છે?

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીની સ્થાપના 1992માં માર્કેટ રેગ્યુલેટર તરીકે કરવામાં આવી હતી. તેનું કામ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. તે મૂડીબજારમાં વ્યાપાર સંબંધિત છેતરપિંડી અને છેતરપિંડી અટકાવવા માટે પણ જવાબદાર છે. સેબીના અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં, માધવી પુરી SEBIના અધ્યક્ષ છે.

વધુ વાંચો : દારુ પીતાં પીતાં જોઈ અશ્લિલ ફિલ્મ, પછી કર્યો લેડી ડોક્ટરનો ઘાતકી રેપ-મર્ડર, સનસનીખેજ ખુલાસાં

શું છે હિંડનબર્ગ

હિંડનબર્ગ એ નાથન એન્ડરસન દ્વારા ચલાવવામાં આવતી અમેરિકી કંપની છે. તેની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. કંપનીનું કામ શેર બજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે. આ સંશોધન દ્વારા, કંપની શેરબજારમાં નાણાંનો કોઈ ખોટો ગેરઉપયોગ છે કે કેમ તે શોધી કાઢે છે અને તેના સંબંધમાં સંશોધન અહેવાલ બહાર પાડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SEBI chairperson Madhabi Hindenburg SEBI chairperson Madhabi Rahul Gandhi Hindenburg Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ