બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'મેં આટલી મહેનત કરી તોય...', જ્યારે એક્ટર ફરહાન અખ્તર જતો રહેલો ડિપ્રેશનમાં, કર્યો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 12:20 PM, 10 August 2024
બોલિવુડના ફેમસ ડાયરેક્ટર અને એક્ટર ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત "લક્ષ" ફિલ્મના 20 વર્ષ પૂરા થઈ ગયા છે. જેમાં લીડ રોલમાં પ્રીતિ ઝિંટા અને ઋતિક રોશન હતા. પરંતુ આ મુવી બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ નહતી કરી શકી.
ADVERTISEMENT
બોક્સ ઓફિસ પર ફિલ્મ ન ચાલવાના કારણે તેનો ડાયરેક્ટર ફરહાન અખ્તર ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. આ જાણકારી તેને Raj Shamaniના પોડકાસ્ટમાં આપી હતી. ફરહાને કહ્યું હતું કે, "લક્ષ" મુવી બોક્સ ઓફિસ પર ફ્લોપ જવાના કારણે તે ડિપ્રેશ્ડ થઈ ગયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : 'કહાં જા રહે હો..' Old Moneyમાં સલમાન ખાનનો મારધાડ અવતાર, વીડિયો સોંગે મચાવી ધમાલ
ફરહાને તેના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "મે આ (લક્ષ) મુવી માટે ખૂબ મહેનત કરી હતી. આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે, દિલથી મહેનત કરવામાં આવે તો રિવોર્ડ મળે જ છે. મે હંમેશા આ વાતને ફોલો કરી છે. મે મારી જિંદગીમાં જેટલી પણ મહેનત કરી છે તેમાં સૌથી વધુ મહેનત આ (લક્ષ) ફિલ્મ બનાવવા માટે કરી હતી.
ફરહાને આગળ જણાવ્યું હતું કે, જ્યારે આ મુવી બોક્સ ઓફિસ પર ના ચાલી ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. હું તે વિચારીને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે આવું કેવી રીતે થયું? આટલી મહેનત મે "દિલ ચાહતા હૈ મે"માં નહતી કરી છતાં તે ફિલ્મ હિટ થઈ ગઈ હતી. શાયદ મે તેમાં એક્ટર્સ બરાબર પસંદ કર્યા હતા.
ફરહાન અખ્તર લગભગ દોઢ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. ત્યાર બાદ થેરાપીની મદદથી તે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શક્યો હતો. આ સમય તેના માટે ખૂબ કઠિન રહ્યો હતો, તેમ ફરહાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યારે ફરહાન અખ્તર Don 3 મુવી રણવીર સિંહને લઈને બનાવી રહ્યો છે. જેની પ્રશંસકો રાહ જોઈને બેઠા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.