બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / if harmed india will not spare anyone says rajnath singh in a strong message to china

BIG NEWS / રાજનાથ 'સિંહ'ની ગર્જના: અમેરિકાની ધરતી પરથી ચીનને સ્પષ્ટ ચેતવણી, ભારતને છંછેડશો તો છોડીશું નહીં

Pravin

Last Updated: 09:17 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનને આકરા શબ્દોમાં ચેતવણી આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો ભારતને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું તો, તે છોડશે નહીં.

  • રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી
  • રાજનાથ સિંહે રશિયા યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યા વિના ભૂમિકા જણાવી દીધી
  • ભારતની કૂટનીતિ વિશે ખુલ્લીને વાત કરી

ચીનને આકરા શબ્દોમાં ચેતવણી આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો ભારતને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું તો, તે છોડશે નહીં. તેની સાથે જ તેમણે ભાર આપ્યો કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યો છે અને દુનિયાના ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાની એક બનવા તરફ આગળ વધી રહ્યું છે. 

અમેરિકાને પણ સ્પષ્ટ સંદેશ

રાજનાથ સિંહે સાન ફ્રાંસિસ્કોમાં ભારતીય અમેરિકી સમુદાયને સંબોધન કરતા અમેરિકાને એક શોર્ટ મેસેજ આપ્યો છે કે, ભારત ઝીરો સમ ગેમની કૂટનીતિમાં વિશ્વાસ નથી કરતો અને કોઈ એક દેશ સાથે તેના સંબંધ બીજા દેશની કિંમત પર ન હોઈ શકે. ઝીરો સમ ગેમ એ સ્થિતિને કહેવાય છે, જેમાં એક પક્ષને થયેલા નુકસાનની બરાબર બીજાને પક્ષને ફાયદો થાય છે. 

રક્ષામંત્રી  ભારત તથા અમેરિકાની વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં આયોજીત 'ટૂ પ્લસ ટૂ' મંત્રીસ્તરીય વાર્તામાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે હવાઈ અને પછી સૈન ફ્રાંસિસ્કોની યાત્રા કરી હતી. રાજનાથે ગુરૂવારે સૈન ફ્રાંસિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ચીને ઝાટકી નાખ્યું

રક્ષામંત્રીએ કહ્યું કે,  હું ખુલ્લી રીતે એવું તો નથી કહી શકતો કે, તેમણે (ભારતીય સૈનિકોએ ) શું કર્યું અને અમે (સરકારે ) શું નિર્ણય લીધો. પણ હું નિશ્ચિત પણે કહી શકું છું કે, (ચીનને )એક મેસેજ ગયો છે કે, ભારતને જો કોઈ છંછેડશે તો ભારત છોડશે નહીં.

પૈંગૌંગ ઝીલ વિસ્તારમાં થયેલી હિંસક અથડામણ બાદ પાંચ મે 2020ના રોજ ભારતીય અને ચીની સેના વચ્ચે સીમા ગતિરોધ શરૂ થયો હતો. 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ વિવાદ વધ્યો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. જો કે, ચીને આ સંબંધમાં સત્તાવાર કોઈ નિવેદન આપ્યું હતું.

સૌની સાથે એકસરખું વર્તન

યુક્રેન યુદ્ધના કારણે રશિયા સાથેના સંબંધોમાં અમેરિકી પ્રેશરનો કોઈ સંદર્ભ આપ્યા વિના રાજનાથે કહ્યું કે, ભારત ઝીરો સમ ગેમ કૂટનીતિમાં વિશ્વાસ નથી કરતો. તેમણે કહ્યું કે, જો ભારતને કોઈ એક દેશ સાથે સારો સંબંધ છે, તો તેનો અર્થ એવો નથી કે, અન્ય દેશ સાથે તેના ખરાબ સંબંધો છે. 

તેમણે કહ્યું કે, ભારતે ક્યારેય પણ આ પ્રકારની કૂટનીતિ અપનાવી નથી. ભારત ક્યારેય આવી કૂટનીતિ અપનાવશે પણ નહીં. અમે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઝીરો સમ ગેમમાં વિશ્વાસ નથી કરતા. રાજનાથે કહ્યુ કે, ભારત એવા દ્વિપક્ષીય સંબંધો બનાવામાં વિશ્વાસ કરે છે, જેમાં બેને દેશોને સમાન રીતે ફાયદો હોય.

સંકળાયેલા મુદ્દાઓ

America China India Rajnath Singh Russia ukraine war Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ