બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / if flat possession delayed by builder then you can claim full refund beyond one year

રાહત / ઘર મળવાના પઝેશનમાં મોડું થવા પર બિલ્ડર આપશે પૂરું રિફંડ

vtvAdmin

Last Updated: 01:33 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા ઘર ખરીદી ચુક્યા છો પરંતુ એનું પઝેશન મળ્યું નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ મોટી ખુશખબરી હોઇ શકે છે.

જો તમે ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા ઘર ખરીદી ચુક્યા છો પરંતુ એનું પઝેશન મળ્યું નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ મોટી ખુશખબરી હોઇ શકે છે. 

 જો તમે ધર ખરીદવા જઇ રહ્યા છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અનુસાર NCDRCએ જણાવ્યું છે કે જો બિલ્ડર ઘર સોંપવાના વાયદાની તારીખના એક વર્ષ બાદ સુધી ઘર આપી શકતા નથી તો ખરીદદાર પૈસા પાછા માંગી શકે છે. 

પઝેશનમાં 1 વર્ષથી મોડું થવા પર રિફંડ
તમને જણાવી દઇએ કે ઉચ્ચ ગ્રાહક આયોગે ફ્લેટ તૈયાર કરવામાં મોડું થવા પર સમય નક્કી કરી દીધો છે. આયોગનું કહેવું છે કે જો બિલ્ડર એક વર્ષથી વધારે મોડું કરે છે તો ખરીદદાર રિફંડનો દાવો કરી શકે છે. જણાવી દઇએ કે કેટલાક ન્યાયિક સંસ્થાઓ અને સુપ્રીમ કોર્ટ પણ વારંવાર કહી ચુક્યું છે કે ગ્રાહક રિફંડનો દાવો કરી શકે છે પરંતુ અત્યાર સુધી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું નહતું કે કેટલું મોડું થાય તો રિફન્ડ આપવામાં આવે. 

આ બાબતે દિલ્હીમાં રહેનાર શલભ નિગમે આ મામલે અરજી દાખલ કરી હતી. એમને 2010માં અલ્ટ્રા લક્ઝરી પ્રૉજેક્ટ ગ્રીનપોલિસ ગુડગાવમાં પોતાનું ધર બુક કર્યું હતું. એને ઓરિસ ઇન્ફ્રાસ્ટ્રક્ટર કંપની બનાવી રહી હતી. એને 90 લાખની આસપાસ ચુકવણી કરી દીધી હતી અને એની કિંમત એક કરોડ હતી. અગ્રીમેન્ટ પ્રમાણે 36 મહિના એટલે કે 3 વર્ષમાં ફ્લેટ મળી જવો જોઇએ પરંતુ બિલ્ડર ફ્લેટનું કામ પૂર્ણ કરી શક્યો નહીં, અને બિલ્ડર પાસે રિફંડ માંગ્યું.

આયોગે આપ્યો આ આદેશ 
NCDRCએ જણાવ્યું કે જો બિલ્ડર આ રકમ ભરવામાં નિષ્ફળ જાય તો 10 ટકા વ્યાજ સાથે રિફંડ કરવી પડશે. બિલ્ડરે બચાવમાં એવું કહ્યું કે ખરીદદારે હપ્તા ભરવાનું બંધ કરી દીઘું હતું અને રિફંડનો આદેશ અપાશે તો તેને નક્કી કરેલી રકમ કરતાં 10 ટકા ઓછી રકમ મળશે. કમિશને બિલ્ડરની અરજી ફગાવતા કહ્યું કે ગ્રાહકે 7 માં સ્ટેજ સુધી હપ્તા ભર્યા હતા પરંતું કન્ટ્રક્શન કામ આગળ ના વધતા એને પેમેન્ટ અટકાવ્યું હતું. હાલ પ્રોજેક્ટ મોડો થાય તો બિલ્ડર એગ્રીમેન્ટની શરત મુજબ પ્રતિ સ્ક્વેરફીટ દીઠ રૂપિયા 5 થી 10 નું પ્રતિ મહિના વળતર ચૂકવે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

NCDRC National Consumer Disputes Redressal Commission Real Estate business homebuyers Relief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ