બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / If elections are held today, how many seats will NDA-UPA get? Knowing these survey figures will not be trusted

સર્વે / જો આજે ચૂંટણી થાય તો NDA-UPAને કેટલી બેઠક મળે? સર્વેના આ આંકડા જાણીને વિશ્વાસ નહીં આવે

Nirav

Last Updated: 12:11 AM, 22 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ તક અને કાર્વી ઇનસાઇટ્સના એક સર્વે પ્રમાણે જાન્યુઆરી 2021માં ચૂંટણી થાય તો પણ ભાજપ એકલી જ પોતાના દમ પર બહુમતનો જાદુઈ આંકડો પર કરી લેશે. જો કે 2019માં જે પરિણામ આવ્યું, તેની સીટની તુલનામાં ભાજપ અને એનડીએ બંનેની સીટો ઘટતી જોઈ શકાય છે.

  • આજ તક અને કાર્વી ઇનસાઇટ્સનો છે સર્વે 
  • આજે ચૂંટણી થાય તો ભાજપને મળી શકે છે બહુમત 
  • ભાજપ અને એનડીએની સીટો ઘટી શકે છે 

પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને કેન્દ્રમાં બીજા કાર્યકાળમાં આવ્યાને દોઢ વર્ષ કરતા વધુનો સમય વીતી ચૂક્યો છે, 2019માં ભાજપને શાનદાર જીત મળી હતી અને 2020નું આખું વર્ષ કોરોના સંકટમાં નીકળી ગયું છે, અને ત્યાર પછી ગંગા અને યમુનામાં ઘણું પાણી વહી ગયું છે, કૃષિ કાયદા અને અન્ય પડકારો પછી હાલમાં દેશની જનતાનો મૂડ જાણવા માટે આજ તક અને કાર્વી ઇનસાઇટ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 

ભાજપને મળી શકે છે પૂર્ણ બહુમતી 

વર્ષ 2021માં જો આજે કોઈ ચૂંટણી થાય તો ભાજપ અને એનડીએને પૂર્ણ બહુમતી તો મળશે પરંતુ સીટો ઘટવાનું દેખાઈ રહ્યું છે. 543 સભ્યો વળી લોકસભામાં હાલમાં પીએમ મોદીના નેતૃત્વ વાળા ભાજપ અને એનડીએને 43 ટકા વોટિંગ શેર સાથે 321 સીટો મળશે, અને ભાજપને એકલાને 37 ટકા વોટિંગ સાથે 291 સીટો મળી શકે તેમ છે. 

આ સિવાય યુપીએને 27 ટકા વોટિંગ શેર સાથે 93 સીટ મળી શકે તેમ છે અને કોંગ્રેસને પોતાના દમ પર 19 ટકા વોટિંગ શેર સાથે 51 સીટો મળી શકે તેમ છે. કોંગ્રેસને 2019માં 52 સીટો મળી હતી જેમાં એક સીટનું નુકસાન થઇ રહ્યું તેમ જણાઈ રહ્યું છે અને યુપીએ ને 2 સીટો વધતી જણાઈ રહી છે. 

પ્રાદેશિક પક્ષોને પણ મળી રહી છે નોંધપાત્ર સીટો 

ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન સિવાયના પ્રાદેશિક પક્ષોના ખાતામાં 129 સીટો મળતી દેખાઈ રહી છે, અને મહત્વનું એ છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોને 129 સીટો મળી શકે તેમ છે જેને કુલ 44 ટાકા માટે મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP NDA Survey UPA congress ભાજપ સર્વે Survey
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ