બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / if black hole collides there may be a change in the time cycle of space

અભૂતપૂર્વ ઘટના / યુદ્ધથી પણ મોટો ખતરો! બે વિશાળ બ્લેકહૉલ આપસમાં અથડાશે, 'સમયચક્ર' બદલી નાખે તેવી શક્યતા

Premal

Last Updated: 12:28 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંતરિક્ષમાં આગામી સમયમાં બે મહાકાય બ્લેક હોલ અથડાવવાના આરે છે. જેની ટક્કરથી અવકાશના સમય ચક્રમાં એક મોટા ફેરફારની આશંકા છે. પીકેએસ 2131-021 નામના બ્લેક હોલ પૃથ્વીથી લગભગ 900 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે.

  • બ્લેક હોલની ટક્કરથી અવકાશના સમય ચક્રમાં મોટા ફેરફારની આશંકા
  • બ્લેક હોલ પૃથ્વીથી લગભગ 900 કરોડ પ્રકાશ વર્ષ દૂર
  • બંને એકબીજાની ચોતરફ દર બે વર્ષે એક ચક્કર લગાવે છે

બે વિશાળકાય બ્લેક હોલ અથડાવવાના આરે 

નાસાના એક નિવેદન મુજબ, બંને સતત છેલ્લાં 10 કરોડ વર્ષોથી એકબીજીની તરફ વધી રહ્યાં છે. હવે આ બંને એક બાઈનરી ઑર્બિટમાં આવી ચૂક્યા છે. વૈજ્ઞાનિકો મુજબ, બંને એકબીજાની ચોતરફ દર બે વર્ષે એક ચક્કર લગાવે છે. એસ્ટ્રોફિજિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, 10 હજાર વર્ષ બાદ બંને બ્લેક હોલ્સ નજીકમાં મળી જશે. જેને અથડાવાથી નિકળતી ગુરૂત્વાકર્ષણની લહેરો અવકાશના સમય ચક્રને બદલી શકે છે. 

આલ્બર્ટ આઈન્સ્ટાઈને પહેલા કરી હતી ભવિષ્યવાણી

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પહેલા જ અંતરિક્ષના સમયમાં ફેરફારની ભવિષ્યવાણી કરી દીધી હતી. વૈજ્ઞાનિક ભાષામાં સુપરમેસિવ કહેવાતા બ્લેક હોલ્સ ખૂબ જ ઉંડા, ગાઢ અને સૂર્યથી કરોડ ગણા વધુ શક્તિશાળી અને મોટા હોય છે. આ સામાન્ય રીતે દરેક આકાશગંગાના મધ્યમાં જોવા મળે છે. જો કે, અંતરિક્ષના વૈજ્ઞાનિકોની પાસે હજી બ્લેક હોલ નાનાથી મોટા થવાનું કોઈ સચોટ કારણ નથી. પરંતુ પીકેએસ 2131-021ના અભ્યાસના આધારે તેની જાણકારી મેળવી શકાય છે. 

ચાર્જ થયેલ કણ પૃથ્વી તરફ ફેંકાય છે

પીકેએસ 2131-021 એક ખાસ પ્રકારનો બ્લેક હોલ છે, જેને બ્લાજાર કહે છે. એવો બ્લેક હોલ છે, જે અત્યંત ચાર્જ થયેલા કણોનું એક મોજું સીધુ ધરતી તરફ ફેંકી રહ્યું છે. આ જેટના પદાર્થોનું નિર્માણ ગરમ ગેસની વચ્ચે થાય છે. જ્યારે શક્તિશાળી ગુરૂત્વાકર્ષણની શક્તિના કારણે આ ગેસ અંતરિક્ષમાં બહાર નિકળે છે તો પ્રવાહનુ રૂપ બનાવી લે છે. એટલેકે ગરમ પ્લાજ્માનુ એક પાતળુ કિરણ પ્રકાશની ગતિ મુજબ અવકાશમાં તરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ