બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / વીડિયોઝ / જો બાઈડન કિસ કાંડ કરતાં રહી ગયા, પત્ની સમજી બીજી મહિલાને કરવા જતાં હતા ચુંબન, VIDEO વાયરલ
Last Updated: 05:30 PM, 19 July 2024
Shocking video of Joe Biden: યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડન તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ચર્ચામાં છે. ક્યારેક સ્ટેજ પર ભુલથી બીજી બાજુ જવા લાગે છે તો ક્યારેક ખોટું નામ બોલે છે. હવે જો બાઈડનનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. તેની બોડી લેંગ્વેજથી સ્પષ્ટ લાગે છે કે તે મહિલાને પોતાની પત્ની માને છે અને તેને કિસ કરવા જઈ રહ્યા છે. પરંતુ કોઈ અનહોની થાય તે પહેલાં જો બાઈડનની પત્ની જીલ બાઈડન તેની પાસે દોડી જાય છે. આ પછી તે જો બાઈડનને કંઈક સમજાવે છે. તેની પત્નીની વાત સાંભળ્યા પછી જો બાઈડનને સમજાયું કે તેમણે એક મોટી ભૂલ કરી છે. આ પછી તેની પત્ની તેની જગ્યાએ પાછી આવી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ મહિલાને બીજી તરફ લઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Joe Biden was 83% sure this woman was his wife.
— Kevin Dalton (@TheKevinDalton) July 18, 2024
Jill Biden was 100% sure Joe Biden was 100% sure this woman was his wife.pic.twitter.com/Bn5c0tcKNi
નોંધનીય છે કે જો બાઈડન તેમના સ્વાસ્થ્યને લઈને સતત નીશાના પર છે. જેના કારણે તેમની ઉમેદવારી પણ મુશ્કેલીમાં છે. બાઈડન તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કમલા હેરિસને ડોનાલ્ડ ટ્રમ્પ કહી દીધા હતા. એટલું જ નહીં, બાઈડન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને રાષ્ટ્રપતિ પુતિન કહીને સંબોધ્યા.
ADVERTISEMENT
આ સિવાય પણ એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે બાઈડન અન્ય નેતાઓથી દૂર ઉભા રહ્યા હતા. એકવાર તે સ્ટેજના એક ખાલી ભાગ તરફ પહોચી ગયા અને હાથના ઈશારા કરીને વાત કરવા લાગ્યા. જ્યારે દિશામાં ઈશારો કરી રહ્યા હતા ત્યાં ત્યાં કોઈ નહોતું.
વધું વાંચોઃ USAના પ્રમુખપદની રેસમાંથી જો બાઈડેન પાછી ખેંચી શકે છે ઉમેદવારી, આ નેતા બની શકે છે ઉમેદવાર
જોકે બાઈડન વારંવાર દાવો કરી રહ્યો છે કે તે સંપૂર્ણપણે ઠીક છે. તેમણે એમ પણ કહ્યું કે તેમનું માનસિક સ્વાસ્થ્ય બિલકુલ ઠીક છે અને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર હશે. પરંતુ હવે તેમનો દાવો શંકાના દાયરામાં આવી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઈડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી હટી શકે છે. બરાક ઓબામા જેવા દિગ્ગજ નેતાઓ પણ જેઓ અત્યાર સુધી તેમને ટેકો આપતા હતા, તેઓ પણ હવે તેમના હાથ પાછા ખેંચતા જોવા મળે છે. હવે જો બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જાય છે, તો કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિખેરાતું ઇન્ડિયા ગઠબંધન / મહાવિકાસ અઘાડીમાં માથાકૂટ! ઉદ્ધવ ઠાકરેની શિવસેના એકલા હાથે લડશે BMCની ચૂંટણી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.